Get The App

દિલ્હીમાં વધતું જતું પ્રદૂષણ, નિષ્ણાતોએ માસ્ક પહેરીને નિકળવાની આપી સલાહ

માસ્કથી વાતાવરણમાં રહેલા પ્રદૂષણના માઇક્રો કણો સામે રક્ષણ મળે છે

દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે રસ્તા પર વધતા જતા વાહનોનો મોટો ફાળો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં વધતું જતું પ્રદૂષણ, નિષ્ણાતોએ  માસ્ક પહેરીને નિકળવાની આપી સલાહ 1 - image


નવી દિલ્હી,૬ નવેમ્બર,૨૦૨૩,સોમવાર 

દિવાળી નજીક આવે અને શિયાળાની શરુઆત થાય ત્યારે દિલ્હીનું વાયુ પ્રદૂષણ દર વર્ષે ચર્ચાનો વિષય બને છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં પ્રદૂષણના વધતા જતા પાર્ટિકલના પગલે નિષ્ણાતો માસ્ક પહેરીને ઘરની બહાર નિકળવાની સલાહ આપી રહયા છે. માસ્ક પહેરવાથી વાતાવરણમાં રહેલા પ્રદૂષણના માઇક્રો કણો સામે રક્ષણ મળે છે. હવામાં કાર્બનડાયોકસાઇડની માત્રા વધવાથી બોડીને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળતો નથી આવા સંજોગોમાં ગુંગડામણ અનુભવાય છે. દેશની રાજધાની અને ઐતિહાસિક શહેર વધતા જતા પ્રદૂષણનો ટકાઉ ઉપાય શોધી શકયું નથી. 

 શ્વાસોશ્વાસ અને એલર્જીની બીમારીથી પીડાતા લોકોને જરુર પડે તો જ ઘરની બહાર નિકળવા સુચના અપાઇ છે. દિલ્હીનો એર કવોલિટી ઇન્ડેક્ષ (એકયૂ આઇ) ૪૧૧ સુધી પહોંચ્યો હતો જે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે રસ્તા પર વધતા જતા વાહનોનો મોટો ફાળો છે. ટ્રાફિક જામ સમયે વાહનોના સાયલન્સરમાંથી છુટતા ધુમાડાથી ગેસ ચેમ્બર જેવી સ્થિતિ સર્જાય છે. વાહનોનો કાફલો ઘટાડવા માટે ઓડ ઇવન ફોર્મ્યૂલા અપનાવવામાં આવી રહી છે. ૩ થી ૨૦ નવેમ્બર સુધી ઓડ ઇવન અમલમાં આવશે. અગાઉ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૯માં પણ ઓડ ઇવન ફોર્મ્યૂલા અમલમાં મુકવામાં આવી હતી. 


Google NewsGoogle News