Get The App

ચૂંટણી પહેલાં OBC ક્રીમીલેયરની મર્યાદા વધારો વાર્ષિક 12 લાખ કરવાની તૈયારીઓ ચાલે છે

Updated: Jan 12th, 2022

GS TEAM


Google News
Google News
ચૂંટણી પહેલાં OBC ક્રીમીલેયરની મર્યાદા વધારો વાર્ષિક 12 લાખ કરવાની તૈયારીઓ ચાલે છે 1 - image


- સરકારો સૌને લાંચીયા બનાવી રહી છે

- હવે વિચારણા તે પણ ચાલે છે કે તેમાં વાર્ષિક સેલરી ઇન્કમ કે ખેતીની આવક પણ સામેલ કરવી કે નહીં ?

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર ઓબીસી આરક્ષણ માટે ક્રીમી લેયરની મર્યાદા વાર્ષિક રૂ. ૮ લાખથી વધારી ૧૨ લાખ કરવાની તૈયારી કરી રહી છે. તે ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તે અંગે પણ વિચાર કરી રહ્યું છે કે આ વાર્ષિક આવકમાં સેલરી ઇન્કમ (પગારની આવક) તથા ખેતીથી થતી આવકને પણ સમાવિષ્ટ કરવી કે નહીં ?

આ સંબંધે એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા આ બાબતો ઉપર પણ ફેર વિચારણા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને અમે તે અંગે ચર્ચા વિચારણા કરી પણ રહ્યાં છીએ.

અત્યારે સરકારી નોકરીમાં અને ઊચું શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી માટે ૨૭ ટકા આરક્ષણ છે પરંતુ તે માટે વાર્ષિક રૂ. ૮ લાખની આવકની સીમા નિશ્ચિત કરાઈ છે. આથી વધુ કમાનારાઓને આરક્ષણ નો લાભ મળી શકે તેમ નથી.

ક્રીમી-લેયર સંબંધે દર ત્રણ વર્ષે સમીક્ષા થાય છે. છેલ્લે ૨૦૧૭માં સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે ઓબીસીનાં ક્રીમીલેયર માટેની આવક-મર્યાદા ૬ લાખથી વધારી ૮ લાખ કરાઈ હતી. આ પૂર્વે યુપીએ સરકાર સમયે આ મર્યાદા રૂ. ૪.૫ લાખ જ હતી તે વધારી રૂ. ૬ લાખ કરાઈ. તે પછી ૨૦૨૦માં ઓબીસી ક્રીમી લેયરની મર્યાદા અંગે નિર્ણય લેવાનો હતો. જે માટે માર્ચ ૨૦૧૯માં મંત્રાલય તરફથી પૂર્વ-સચિવ, બી.પી.શર્માની અધ્યક્ષતામાં એક પેનલ રચવામાં આવી હતી. હવે તે અંગે ઝડપભેર કામ થઇ રહ્યું છે તે ઉપરાંત ક્રીમી-લેયરની ઇન્કમ ટેક્સ લિમિટમાં ખેતીની આવક કે સેલેરી (પગારની) આવક પણ સામેલ કરવી કે નહીં તેની ઉપર પણ વિચાર વિમર્શ કરાશે.

તે જે હોય તે પરંતુ છેલ્લા કેટલાયે દાયકાઓથી દેશની દરેક સરકારોએ લોકોને એક યા બીજા લાભો આપવાની હરિફાઈઓ જ શરૂ કરી દીધી છે. તેમાં જે જૂથ માટે જેટલી સુવિધા ઉપલબ્ધ હોય, તેથી વધુ સુવિધાઓ આપવાનો દરેક રાજકીય પક્ષો, શું ભાજપ કે શું કોંગ્રેસ કે સપા કે બસપા સર્વે પરસ્પર સાથે સ્પર્ધા કરી રહ્યા છે. તે સંબંધે એક સમાજશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આમ એક પછી એક દરેક સરકારોએ લોકોને લાંચીયા બનાવી દીધા છે. આરક્ષણ પામેલાઓમાંથી સ્પર્ધાત્મકતાની તાકાત જ ખેંચી લીધી છે.

Tags :