Get The App

CBDTએ જાહેર કર્યુ ITR-2 અને ITR-3 ફોર્મ, જાણો કોણે ભરવું પડશે આ ફોર્મ

આ બંને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
CBDTએ જાહેર કર્યુ ITR-2 અને ITR-3 ફોર્મ, જાણો કોણે ભરવું પડશે આ ફોર્મ 1 - image
Image  Twitter 

Income Tax Return: સેંન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ઈન્કમટેક્સ રિટર્ન માટે નવુ ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. તેના માટે CBDTએ ઈ- ગેઝેટમાં નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આઈટીઆર-2  ફોર્મ એ લોકોને ભરવાનું રહેશે, જેમણે કેપિટલ આવક મેળવી છે અને આઈટીઆર 1 ફોર્મ  ભરી શક્યા નથી. 

આ સિવાય ITR-3 ફોર્મ એ લોકોએ ભરવાનું રહેશે, જેમની પાસે ધંધા-વ્યવસાયથી આવક થઈ હોય. આ બંને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો કરદાતાએ ઈન્કમ ટેક્સ ઓડિટ કરાવવાનું છે અને તેમણે વ્યવસાયમાંથી આવક થઈ હોય, તો ITR ફાઇલ કરવાની છેલ્લી તા. 31 ઓક્ટોબર, 2024 રહેશે.

આ લોકો માટે હશે આઈટીઆર ફોર્મ-2

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પ્રમાણે આઈટીઆર -1 ફોર્મ ન ભરનારા વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારને આઈટીઆર-2 ભરવાનું રહેશે. આવા વ્યક્તિ અથવા HUF કે જેમની પાસે ધંધા -વ્યવસાયમાં નફા અથવા નફાની કોઈ આવક નથી. આ સાથે જેમણે કોઈ ભાગીદારી પેઢીમાંથી વ્યાજ, પગાર,બોનસ કે કમીશન તરીકે કોઈ આવક મેળવી હોય. આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ જેમ કે પતિ/પત્ની, સગીર બાળક વગેરેની આવકને તેમની આવક સાથે જોડવામાં આવે છે તો આવા લોકોએ ITR-2 ભરવાનું રહેશે. 

કેટલાક નવા નિયમો પણ ઉમેરવામાં આવ્યા

નવા નિયમો પ્રમાણે ITR-2 ફોર્મ ભરવા માટે લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર (LEI)ની વિવરણ આપવાનું રહેશે. LEI એ 20 આંકડાનો યૂનિક  કોડ હોય છે. આ વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં તમારી ઓળખ કરી શકે છે. આ સાથે કોઈપણ રાજકીય પક્ષને આપવામાં આવેલા દાનની સંપૂર્ણ વિવરણ આપવાનું રહેશે, તેમજ વિકલાંગ વ્યકિતની મેડિકલ સારવારમાં થયેલા ખર્ચનું વિવરણને પણ ઓડિટ કરાવવાનું રહેશે. ત્યાર બાદ વ્યક્તિગત અથવા HUF પણ ટેક્સ ઓડિટ કરાવવા માટે EVC સાથે ITR ચેક કરી શકે છે.

આ લોકોએ ભરવાનું રહેશે ITR-3

વેબસાઈટ પ્રમાણે જો કોઈ વ્યક્તિ અથવા HUFને ધંધા- વ્યવસાયમાંથી આવક થઈ છે, અને તે ITR-1, ITR-2 અને 4 ફોર્મ ભરવા પાત્ર નથી. તો તેમણે ITR-3 ફોર્મ ભરવાનું રહેશે. 


Google NewsGoogle News