Get The App

આવકવેરા રિફંડમાં થયો વધારો, પાંચ વર્ષમાં વેટીંગનો સમયગાળો પણ ઘટ્યો

સર્વે મુજબ 75.5 ટકા વ્યક્તિ અને 22.4 ટકા કંપનીઓએ તેમના અંદાજિત ટેકસ કરતાં વધુ TDS ચુકવતા નથી

તાજેતરના વર્ષોમાં, સરકારે ટેક્સેશન સિસ્ટમને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
આવકવેરા રિફંડમાં થયો વધારો, પાંચ વર્ષમાં વેટીંગનો સમયગાળો પણ ઘટ્યો 1 - image


Income Tax Refund: છેલ્લા પાંચ વર્ષમાં ઇન્કમટેક્સ રિફંડમાં વધારો થયો છે. લગભગ 89 ટકા વ્યક્તિઓ અને 88 ટકા કંપનીઓ માને છે કે 2018-2023 ની વચ્ચે ઇન્કમટેક્સ રિફંડ મેળવવાના વેટીંગ ટાઈમમાં મોટો ઘટાડો થયો છે, એવો કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે.

સરકારે ટેક્સેશન સિસ્ટમને કરી સુવ્યવસ્થિત

સર્વે અનુસાર, 75.5 ટકા વ્યક્તિઓ અને 22.4 ટકા કંપનીઓએ  તેમના અંદાજિત ટેકસ કરતાં વધુ TDS ચુકવતા નથી. તાજેતરના વર્ષોમાં, સરકારે ટેક્સેશન સિસ્ટમને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. તેમજ 87 ટકા વ્યક્તિઓ અને 89 ટકા કંપનીઓને લાગે છે કે રિફંડ ક્લેમ કરવાની પ્રક્રિયા સુવિધાજનક છે. CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બોઝે જણાવ્યું હતું કે, આ રિફંડ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાના સરકારના પ્રયાસો દર્શાવે છે.

ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટમાં વધ્યો વિશ્વાસ 

CII દ્વારા ઓક્ટોબર 2023માં 3531 ઉત્તરદાતા વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી 56.4 ટકા વ્યક્તિઓ તેમજ 43.6 ટકા કંપનીઓ અથવા સંસ્થાઓ હતી. આ સર્વેમાં દેશના મોટા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઇટીઆર રિફંડ પ્રક્રિયામાં ઓટોમેશન અને સરળતાના કારણે કરદાતાઓનો વિશ્વાસ વધાર્યો છે.

આવકવેરા રિફંડમાં થયો વધારો, પાંચ વર્ષમાં વેટીંગનો સમયગાળો પણ ઘટ્યો 2 - image


Google NewsGoogle News