Get The App

જાણીતી એપ Truecaller ના કાર્યાલય પર ઈનકમ ટેક્સના દરોડા પડ્યાં, જાણો શું છે આરોપ?

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
જાણીતી એપ Truecaller ના કાર્યાલય પર ઈનકમ ટેક્સના દરોડા પડ્યાં, જાણો શું છે આરોપ? 1 - image


Image: Facebook

Income Tax Raid on Truecaller Office: ટ્રુકોલર એપની ઓફિસ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રુકોલર ઓફિસ અને તેના સંબંધિત કેમ્પસમાં શોધખોળ કરવામાં આવી. કંપની પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમના ઉલ્લંઘનનો આરોપ છે, જે માટે ઈનકમ ટેક્સ એજન્સીઓ તપાસ કરી રહી છે.

સ્વીડન બેઝ્ડ ટ્રુકોલર ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ પોપ્યુલર છે. આ એપ તમને તે કોલરનું નામ જણાવતી હતી, જેનો નંબર તમારી કોન્ટેક્ટ બુકમાં સેવ ન હોય. ઉદાહરણ તરીકે જો કોઈ અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યો છે તો ટ્રુ કોલર એપ તે શખ્સનું નામ મોબાઈલ સ્ક્રીન પર બતાવે છે. તે બાદ તમે તે કોલને ઉઠાવવો કે ન ઉઠાવવાનો નિર્ણય લઈ શકો છો. 

આ પણ વાંચો: ભરતી શરૂ થયા બાદ નિયમો બદલશો તો ગેરકાયદે ગણાશે, સરકારી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સ્પેમથી પણ સુરક્ષિત રાખે છે

ટ્રુકોલર એપની મદદથી તમે પોતાને સ્પેમ અને સ્કેમથી પણ બચાવી શકો છો. આ એપ પર અમુક નંબરને સ્પેમમાં રિપોર્ટ કરવાનું ઓપ્શન છે. દરમિયાન જો એક જ નંબરને ઘણા લોકો સ્પેમ રિપોર્ટ કરે છે તો એપ પણ તેને સ્પેમ માની લે છે. તે બાદ જ્યારે તે નંબરથી કોઈ કોલ કરે છે તો ટ્રુકોલર તેને સ્પેમ નંબર જણાવે છે. દરમિયાન અમુક લોકો પોતાને સ્પેમ અને ફેક કોલથી બચાવી શકે છે.

સ્વીડનની એપ છે ટ્રુકોલર

સ્વિડિશ એપ ટ્રુકોલરની શરૂઆત એલન મામેદી, નામી ઝરિંગહાલમે વર્ષ 2009માં કરી હતી. હવે તે ડેઈલી ઓપરેશનથી હટવા જઈ રહ્યાં છે અને જાન્યુઆરી સુધી પોતાનું પદ છોડી દેશે. હવે તેમનું સ્થાન ઝુનઝુનવાલા તેમનું સ્થાન સંભાળશે. રિશિત ઝુનઝુનવાલા પહેલેથી જ ટ્રુકોલર એપમાં પ્રોડક્ટ ચીફ છે. 


Google NewsGoogle News