Get The App

ITની સૌથી મોટી રેડ: પૈસા ગણવા 36 મશીન-ટ્રક બોલાવી પડી, 10 દિવસ ચાલી કાર્યવાહી

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
ITની સૌથી મોટી રેડ: પૈસા ગણવા 36 મશીન-ટ્રક બોલાવી પડી, 10 દિવસ ચાલી કાર્યવાહી 1 - image
Representative image

Income Tax raids : ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટો ઇન્કમ ટેક્સ રેડ ઓડિશામાં હાથ ધરવામાં આવી હતી, જે 10 દિવસ સુધી ચાલી હતી. આ રેડમાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના અનેક વિભાગો પર રેડ પાડી હતી. જેમાં 352 કરોડ રૂપિયાની જંગી બેનામી રકમ મળી આવી હતી. માહિતી પ્રમાણે આ રેડ ખાસ કરીને તેના કદ અને જટિલતાને કારણે સમાચારમાં ખૂબ જ ચર્ચામાં હતી. તેમજ ઇન્કમ ટેક્સ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું ઑપરેશન માનવામાં આવે છે.

આ પણ વાંચો : BREAKING: એકનાથ શિંદેની તબિયત બગડી, સારવાર માટે ડોક્ટરોની ટીમ પહોંચી ઘરે

કામગીરી માટે 36 નવા મશીનોની વ્યવસ્થા કરાઈ 

આ રેડ દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે જમીનની નીચે દટાયેલી કિંમતી ચીજવસ્તુઓને ઓળખવા માટે સ્કેનિંગ વ્હિલવાળા મશીનનો ઉપયોગ જ ન કર્યો, પરંતુ આ કામગીરી માટે 36 નવા મશીનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કરીને નોટોની ગણતરી કરી શકાય. આટલી મોટી રકમ મળ્યા બાદ આવકવેરા વિભાગે વિવિધ બૅંકોના કર્મચારીઓને મદદ માટે બોલાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિશાળ પ્રમાણમાં મળેલી રકમની ગણતરી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર પડી હતી.

ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનું સન્માન

આવકવેરા વિભાગને રેડ દરમિયાન મળેલી રકમ ટ્રકમાં લોડ કરી, કડક સુરક્ષા વચ્ચે વિભાગની ઑફિસમાં જમા કરાવ્યા. આ ઑપરેશનની સફળતાની ગાથાએ આવકવેરા વિભાગની કુશળતા અને સમર્પણને ઉજાગર કર્યું હતું.

આ પણ વાંચો : ચૂંટણી પંચે કોંગ્રેસ પ્રતિનિધિમંડળને આપ્યું આમંત્રણ: ચૂંટણી પરિણામો પર ઉઠતાં સવાલો પર આપશે આશ્વાસન

તમને જણાવી દઈએ કે ઑગસ્ટમાં કેન્દ્ર સરકારે આ રેડની આગેવાની કરનાર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને સન્માનિત કર્યા હતા, જેમાં મુખ્ય આવકવેરા તપાસ નિર્દેશક એસ કે ઝા અને વધારાના નિર્દેશક ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News