Get The App

ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકેની નોકરી મેળવવા શું કરશો, જાણો કેટલો મળે છે પગાર અને પાવર

ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરના પદ પર મળનારી નોકરીમાં સારો પગાર હોવાના કારણે આ નોકરી માટે યુવાઓ આકર્ષિત થાય છે

આ નોકરી મેળવવા માંગતા હોવ તો તમારે SSC CGLની પરીક્ષા પાસ કરવી પડશે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકેની નોકરી મેળવવા શું કરશો, જાણો કેટલો મળે છે પગાર અને પાવર 1 - image
Image Twitter 

આજે દરેક યુવા સરકારી નોકરીને પહેલી પસંદગી કરે છે. અને તેમા પણ જો ઈન્કમ ટેક્સ ઓફિસરની નોકરી મેળવવી દરેક લોકોનું સપનું હોય છે. SSC દ્વારા આ જગ્યાઓ માટે દર વર્ષે ભરતી જાહેરાત પાડવામાં આવે છે. જો તમે પણ આ નોકરી મેળવવા માંગતા હોવ તો તમારે SSC CGLની પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા પાસ કર્યા વગર તમે ઈન્કમ ટેક્સ ઓફિસર નથી બની શકતા. આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરવામાં આવે તો તમને સારા પગારની સાથે અનેક પ્રકારની સુવિધાઓ પણ મળી શકે છે. આવો આ પદ માટે વધુ માહિતી જાણીએ. 

ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને મળે છે આટલો પગાર 

ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરના પદ પર મળનારી નોકરીમાં સારો પગાર હોવાના કારણે આ નોકરી માટે યુવાઓ આકર્ષિત થાય છે. આ ઉપરાંત વિવિધ લાભો તેમજ ભથ્થાં મળે છે. જેના કારણે પગારમાં પણ વધારો થાય છે. ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરનો મૂળ પગાર લગભગ 44,900 રુપિયા છે. જો કે એક ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે ઇન-હેન્ડ પગાર દર મહિને રુપિયા 58,956 થી રૂ. 69,396 સુધી હોઈ શકે છે.

ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને મળતાં લાભ અને ભથ્થાઓ

સેલેરી સ્ટ્રક્ચરમાં કેટલાક ઘટકોનો સમાવેશ થાય છે, જો તમને ગ્રોસ સેલેરી મળે છે. તેમા ગ્રેડ પે, ભથ્થાં, કપાત વગેરેનો સમાવેશ થાય છે. એક ઈન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને નક્કી કરેલા પગાર સિવાય નીચેની સુવિધાઓ અને ભથ્થા મળે છે.       

મોંઘવારી ભથ્થા

પેન્શન 

ઘર ભાડું (HRA)

મુસાફરી ભથ્થું

મેડિકલ ફેસિલિટી

આ ઉપરાંત કર્મચારીઓને પેટ્રોલ ભથ્થું, મોબાઈલ બિલ અને અન્ય મહત્ત્વપૂર્ણ ભથ્થાં પણ મળે છે

ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટરની ભૂમિકા અને જવાબદારીઓ

  • ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે આકારણી વિભાગમાં પ્રાથમિક જવાબદારી તેમજ ડેસ્ક સંબંધિત દરેક જવાબદારી રહે છે. 
  • કોઈ વ્યક્તિ અથવા વ્યવસાય માટે ચૂકવવા આવનાર આવકવેરાની રકમ નક્કી કરવાનું કામ કરવાનું હોય છે
  • આ જોબ પ્રોફાઇલમાં રિફંડના દાવા અને TDS સંબંધિત પ્રશ્નોની પૂછપરછ કરી ઉકેલ લાવવો.  
  • બિન-આકારણી વિભાગમાં તેમને ફિલ્ડવર્ક પૂર્ણ કરવાની જરૂર પડશે.
  • જ્યારે બિન-આકારણી માટે ફિલ્ડવર્કની જવાબદારીઓ સોંપવામાં આવે છે, ત્યારે ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટરોને સામાન્ય રીતે માત્ર ક્લાર્કની કામગીરી કરવાની જરૂર હોય છે.
  • એકમાત્ર ડેસ્ક જોબ માટે સંભવિત ડિફોલ્ટર્સ વિરુદ્ધ જાણકારી અને યોગ્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવી. 
  • તેઓ દરોડા પાડનારી રેપિડ રિસ્પોન્સ ટીમનો પણ ભાગ હોઈ શકે છે

Google NewsGoogle News