ટેક્સ સંબંધિત 8 નિયમ બદલાયા, ITR ભરતાં પહેલાં જાણી લો નહીંતર અટકી શકે છે રિફંડ
Income Tax Rule Change: નાણાકીય વર્ષ 2024 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું કામ ચાલી રહી છે, જેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન ટેક્સ સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, આ નવા ફેરફારો વિશે કરદાતાએ જાણવું જરુરી છે. જો તમે પણ ITR ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો બદલાયેલા ટેક્સ નિયમો વિશે જાણવું ખૂબ જરુરી છે, નહીં તો તમારું ટેક્સ રિફંડ રોકાઈ શકે છે.
1. ટેક્સ સ્લેબ અને દરમાં ફેરફાર
2024 માં સરકારે ઓપ્શનલ નવા ટેક્સ હેઠળ નવા ટેક્સ સ્લેબ રજૂ કર્યા છે, જે કોઈપણ છુટ અને કપાત વિના નીચા ટેક્સ દર રજુ કરે છે. જો તમે જૂની કર વ્યવસ્થા પસંદ કરો છો, તો તમે વિવિધ કપાત અને છૂટનો ક્લેમ કરી શકો છો. New Tax Regime પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે, પરંતુ મોટાભાગની કપાત દૂર કરે છે. ગણતરી પ્રમાણે તમે નક્કી કરી શકો છો કે, તમારા માટે વધુ ફાયદાકારક કઈ છે?
2. પેન્શનરો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન
પેન્શનધારકો માટે 50,000 રુપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ પેન્શનની આવકને લાગુ થાય છે, જે પગારદાર વ્યક્તિઓને મળતી રાહત જેવી જ છે. પેન્શનરોએ ખાતરી કરવી જોઈએ કે, તેમનો ટેક્સ આવક ઘટાડવા માટે કપાતનો દાવો કરવામાં આવ્યો છે.
3. કલમ 80C અને 80D ની લિમિટમાં ફેરફાર
કલમ 80C હેઠળ PPF, NSC અને જીવન વીમા પ્રીમિયમમાં રોકાણ કરીને રુપિયા 1.5 લાખ સુધીની છૂટ મેળવી શકો છો. જો કે, આરોગ્ય સેક્ટરમાં ડિજિટલ ચૂકવણી અને બચતને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવામાં આવ્યા છે, જે કલમ 80D હેઠળ વધેલી મર્યાદામાં મેડિકલ વીમા માટે લાગુ થાય છે. કરદાતાઓ હવે તેમના પરિવાર અને વરિષ્ઠ નાગરિક માતા-પિતા માટે આરોગ્ય વીમા માટે ચૂકવેલા આવેલા પ્રીમિયમ માટે હાઈ ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકે છે.
4. હોમ લોનના વ્યાજ પર વધુ ડિસ્કાઉન્ટ
પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે કલમ 80EEA હેઠળ લેવામાં આવેલી હોમ લોન પરના વ્યાજ માટે રૂ. 1.5 લાખની વધારાની કપાતમાં વધારી દેવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય નવી હોમ લોન સાથે કરદાતાઓને પૂરતાપ્રમાણમાં રાહત આપવાનો છે.
5. અપડેટ કરેલ TDS અને TCS
સોર્સ પર ટેક્સ ડિડક્શન (TDS) અને સોર્સ પર ટેક્સ કલેક્શન (TDS)વધારવામાં આવ્યો છે. નવા ફેરફારોમાં નોન-સેલેરી વ્યક્તિઓ અને સ્વ-રોજગાર માટે નવા TDS દર અને ઈ-કોમર્સ વ્યવહારો માટે વધારાની અનુપાલન આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. કરદાતાઓએ તેમના TDS પ્રમાણપત્રોની સમીક્ષા કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેમના ITRમાં યોગ્ય ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો છે.
6. ફેસલેસ આકારણી અને અપીલ
સરકારે હ્યુમન ઇન્ટરફેસને ઘટાડવા અને ટ્રાન્સપરન્સીમાં સુધારો લાવવા માટે ફેસલેસ એસેસમેન્ટ અને અપીલ મિકેનિઝમનો વિસ્તાર કર્યો છે. કરદાતાઓએ પ્રક્રિયાથી પોતાને પરિચિત કરવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે, તમામ નોટિસોના જવાબો નિયત સમયમર્યાદાની અંદર ઑનલાઇન સબમિટ કરવામાં આવે છે.
7. ITR ફોર્મમાં ફેરફાર
ITR ફોર્મમાં વધારાના ડિસ્ક્લોઝરનો સમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને વિદેશી સંપત્તિઓ અને આવક અને મોટા ટ્રાન્ઝેક્શનને લગતા ડિસ્ક્લોઝર માટે ખાસ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણો અથવા નોંધપાત્ર નાણાકીય પ્રવૃત્તિઓ ધરાવતા કરદાતાઓએ દંડ ટાળવા માટે વિગતવાર માહિતી આપવી જરૂરી છે.
8. સિનિયર સિટીઝન માટે રાહત
75 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન કે, જેમની પાસે માત્ર પેન્શન અને વ્યાજની આવક છે, તેમને ITR ફાઈલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે બેંક જરૂરી ટેક્સ કાપે છે. આ સીધી આવકના સ્ત્રોત ધરાવતા સિનિયર સિટીઝન માટે અનુપાલન બોજને ઓછો કરવામાં આવ્યો છે.