ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી ડેટા મિસમેચનો મેસેજ મળે તો ડરશો નહીં, આ રીતે આપો જવાબ
આઈટી વિભાગ તરફથી ડેટા મિસમેચનો મેસેજ મળ્યો હોય તો તે માત્ર એક સંદેશો છે કોઈ ટેક્સ નોટીસ નથી
|
Data Mismatch SMS: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી જો તમને ડેટા મિસમેચ હોવાનો કોઈ મેસેજ કે ઈમેલ મળ્યો હોય, તો બની શકે કે તમે ગભરાઈ ગયા હોવ, પરંતુ તેમા હેરાન થવાની કોઈ જરુર નથી. સૌથી પહેલા તો તમારે એ જાણી લેવું જોઈએ કે ઈન્કમ ટેક્સ તરફથી આ કોઈ ટેક્સ માટેની નોટિસ નથી, આ માત્ર ડેટા મિસમેચનો મેસેજ અથવા ઈમેલ છે. તેના હેઠળ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન અને ડિવિડન્ડ ઈન્કમ પર આપવામાં આવેલી માહિતીમાં કેટલીક મિસમેચ જોવા મળી છે, જેનો જવાબ આપવાથી તમારુ ટેન્શન ફ્રી થઈ જશો. આ ડેટા મિસમેચનો મેસેજ મોકલવામાં આવ્યો છે.
કરદાતા ડેટા મિસમેચનો જવાબ આપી શકે છે
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો ડેટા મિસમેચના ઈમેલ કે મેસેજનો જવાબ આપવા માટે આપણી ઈ- ફાઈલિંગ વેબસાઈટ પર કંપ્લાઈંસ પોર્ટલ પર ઓન સ્ક્રીન સુવિધા આપવામાં આવી છે, તેના દ્વારા કરદાતા ડેટા મિસમેચનો જવાબ આપી શકે છે. તેના પર નાણાકીય વર્ષ 2021-2022 અને વર્ષ 2022-2023 માટે ડેટા મિસમેચ ડિટેલ્સ આપેલી હોય છે. કરદાતા અહીં જઈને જોઈ શકે છે કે, તમે આપેલી કઈ માહિતી મેળ નથી બેસતી અથવા ક્યાં ડેટા મિસમેચ થાય છે, તે ચેક કરી શકો છો.
આઈટી ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે જે કરદાતાને ઈમેલ અને SMS મોકલવામાં આવ્યો છે, તે માત્ર એક સંદેશા વ્યવહાર છે, કોઈ ટેક્સ નોટીસ નથી.
આ રીતે કરો મિસમેચ ડેટાનું સમાધાન
- સૌથી પહેલા https://www.incometax.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- જે કરદાતા આઈટી વિભાગની વેબસાઈટ પર પહેલેથી રજીસ્ટર્ડ છે, તેવો તેમનું એકાઉન્ટ લોગ-ઈન કરે અને ડાયરેક્ટ પોર્ટલ પર જાઓ.
- ડેટા મિસમેચની જાણકારી તમને ઈ- વેરિફિકેશનના ટેબની અંદર જવાથી મળશે.
- જે લોકો રજીસ્ટર્ડ નથી, તેમને ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજીસ્ટર બટન સાઈન અપ કરવાથી મંજુરી આપે છે. રજીસ્ટ્રેશન પછી યૂઝર્સ લોગઈન કરી શકે છે અને ડેટા મિસમેચ જોવા માટે કમ્પ્લાઈન્સ પોર્ટલ પર નેવિગેટ કરી શકે છે.
- ઑન-સ્ક્રીન ફંક્શન સરળ છે અને કરદાતાઓને વધારાના દસ્તાવેજો વગર સીધા પોર્ટલ પર મેળ ન ખાતી માહિતીની પૂર્તતા કરવાની મંજૂરી આપે છે.