લદ્દાખને રાજ્યનો દરજ્જો નહીં, છઠ્ઠા શેડયુલમાં સમાવો
- પર્યાવરણવિદ સોનમ વાંગચુકનો દાવો
- કેન્દ્ર ફક્ત આપેલા વચનોનું પાલન કરે
નવી દિલ્હી : પર્યાવરણવિદ સોનમ વાંગચુકે જણાવ્યું છે કે અમારી માંગ અમને રાજ્યનો દરજ્જો પરત આપવામાં આવે તે છે જ નહી. અમારી માંગ અમારો ફક્ત છઠ્ઠા શેડયુલમાં સમાવેશ કરવામાં આવે તેની છે. અટકાયતમાંથી છોડી મૂકવામાં આવેલા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે તે લદ્દાખને બંધારણના છઠ્ઠા શેડયુલની અંદર લાવવાના તેના વચનનું પાલન કરે. તેમણે જણાવ્યું હતું કે વાંગચુકની ધરપકડ કરાઈ હતી અને તેમને છોડયા બાદ આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર તેમણે આપેલા વચન પર ખરુ ઉતરે. કેન્દ્રએ લદ્દાખને છઠ્ઠા શેડયુલની અંદર સમાવવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારે સન્માનનીય ન હોય તેવા પગલાં બરવા જોઈએ નહીં. હું તેમની ભૂલ સુધારવા માંગુ છું અને ફક્ત શ્રેષ્ઠ મિત્રો જ આવું કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે હું ફક્ત સરકારને એટલું જ કહેવા માંગુ છું કે તે તેણે આપેલા વચન પાળે અને તેઓ વિશ્વસનીય નેતા તરીકે બહાર આવે. વાંગચુક સહિત લદ્દાખના ૧૨૦ લોકોની દિલ્હી બોર્ડર પર પોલીસે અટકાયતમાં લીધા હતા અને પછી તેમને છછોડી દીધા હતા.
તેમણે જણાવ્યું હતું કે આસામ, મેઘાલય અને ત્રિપુરા અને મિઝોરમ જેવા નોર્થ ઇસ્ટના રાજ્યોને જે રીતે અને જે પ્રકારને બંધારણના છઠ્ઠા શેડયુમાં સમાવાયા છે તે જ રીતે લદાખને પણ તેની સાથે રાખો.