Get The App

VIDEO : રામ મંદિર પહેલા આ ભવ્ય મંદિર કૉરિડોરનું થશે ઉદ્ધાટન, બનાવવામાં થયો 943 કરોડનો ખર્ચ

શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટના ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવા દેશભરના 100થી વધુ મંદિરોને મોકલાયું આમંત્રણ

નેપાળના રાજા મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત : 15થી 17 જાન્યુઆરી વચ્ચે યોજાશે કોરિડોરનો ઉદઘાટન કાર્યક્રમ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
VIDEO : રામ મંદિર પહેલા આ ભવ્ય મંદિર કૉરિડોરનું થશે ઉદ્ધાટન, બનાવવામાં થયો 943 કરોડનો ખર્ચ 1 - image

ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે, જોકે તે પહેલા ઓડિશા (Odisha)ના પુરીમાં 15થી 17 જાન્યુઆરી વચ્ચે જગન્નાથ મંદિર કોરિડોર (Puri Jagannath Temple Corridor)નો ઉદઘાટન કાર્યક્રમ યોજાશે. ઓડિશાની નવીન પટનાયક (Naveen Patnaik) સરકારે શ્રી રામ મંદિર પ્રોજેક્ટની તમામ કામગીરી સંપૂર્ણ પુરી કરી દીધી છે. જગન્નાથ મંદિર કોરિડોરનો ઉદઘાટન કાર્યક્રમ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 7 દિવસ પહેલા યોજાશે. ઓડિશા સરકારે આ પ્રોજેક્ટ માટે 943 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશભરના 100થી વધુ મંદિરોને આમંત્રણ મોકલાયું છે. નેપાળના રાજા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

943 કરોડના ખર્ચે તૈયાર કરાયું શ્રી મંદિર પ્રોજેક્ટ

ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવતા ભક્તોની સુવિધા માટે ઓડિશા સરકાર 15થી 17 જાન્યુઆરી વચ્ચે પુરીમાં પ્રતિષ્ઠિત જગન્નાથ કોરિડોરનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટને શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટ નામ અપાયું છે, જે 943 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. આ મંદિરમાં 7 મીટરનો ગ્રીન બફર ઝોન છે અને મંદિરની પરિક્રમા માટે 10 મીટરની જગ્યા છે, જેનો ઉપયોગ ભક્તો પરિક્રમા માટે ઉપયોગ કરશે.

શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટનું 2019માં કરાયું હતો શિલાન્યાસ

અધિકારીઓએ જણાવ્યું કે, પ્રોજેક્ટની તમામ મુખ્ય કામગીરીઓ પુરી કરી દેવાઈ છે અને વિશેષ કામગીરી વર્ષના અંત સુધીમાં પુરી થઈ જશે. ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કાર્ય 2019માં શરૂ થયું હતું. આ મંદિરના નિર્માણ માટે જમીનની આપપાસના 600થી વધુ લોકોએ 15.64 એકર જમીન આપી હતી. મુખ્યમંત્રી નવીન પટનાયકે નવેમ્બર-2021માં પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.




Google NewsGoogle News