Get The App

પાર્લામેંટના શિયાળુ સત્રમાં રાજકીય ગરમાવો, ૧ દિવસમાં ૭૮ વિપક્ષી સાંસદો સસ્પેંડ,

કોંગ્રેસના જયરામ રમેશ અને સૂરજેવાલા સહિતના વિપક્ષી સાંસદો નિલંબિત

૧૧ સાંસદોને પ્રિવિલેજ કમિટીના રિપોર્ટ સુધી નિલંબિત કરવામાં આવ્યા

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
પાર્લામેંટના શિયાળુ સત્રમાં રાજકીય ગરમાવો, ૧ દિવસમાં ૭૮ વિપક્ષી સાંસદો સસ્પેંડ, 1 - image


નવી દિલ્હી,૧૮ ડિસેમ્બર,૨૦૨૩,સોમવાર 

લોકસભાની ચુંટણી પહેલાના અંતિમ શિયાળુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષી સાંસદો વચ્ચે સંસદમાં સ્મોક એટેક અને સુરક્ષા બાબતે હંગામો થતા લોકસભા અને રાજયસભાના મળીને વિપક્ષી સાંસદોને સસ્પેંડ કરવામાં આવ્યા છે. લોકસભાના ૩૩ સાંસદોને સમગ્ર શીતકાલીન સત્ર દરમિયાન બરતરફ કરાયા છે. જયારે રાજયસભામાંથી પણ ૪૫ વિપક્ષી સાંસદો નિલંબિત થયા છે. આમ પાર્લામેંટમાં માત્ર ૧ દિવસમાં ૭૯ વિપક્ષી સાંસદોને સસ્પેંડ કરવાની ઘટના બની છે. વિપક્ષી સાંસદો હંગામો,ગેરશિસ્ત અને સ્પીકરના પોડિયમમાં જઇને સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ દર્શાવીને ગેર શિસ્ત આચર્યુ હતું. 

પાર્લામેંટના શિયાળુ સત્રમાં રાજકીય ગરમાવો, ૧ દિવસમાં ૭૮ વિપક્ષી સાંસદો સસ્પેંડ, 2 - image

રાજયસભામાં સભાપતિએ વારંવાર સૂચના આપી તેમ છતાં સાંસદો ઉલંઘન કરતા હતા. રાજયસભામાં વિપક્ષના ૩૪ સાંસદોને સસ્પેંડ કરવામાં આવ્યા જેમાં જયરામ રમેશ, અમી યાજ્ઞિાક,નારાયણભાઇ રાઠવા,શકિતસિંહ ગોહિલ, રજની પટેલ, સુખેન્દુ શેખર, નદિમૂલ હક, એન ષણમુગમ, નસીર હુસેન,ફૂલોદેવી નેતામ, ઇમરાન પ્રતાપગઢી, રણદિપ સૂરજેવાલા, અનિલ હેગડે, રામગોપાલ યાદવ અને મહુઆ માંઝીનો સમાવેશ થાય છે.

રાજયસભાના ૪પ સસ્પેંડ સાંસદોમાંથી 33ને સમગ્ર શિયાળુ સત્ર દરમિયાન જયારે ૧૧ સાંસદોને પ્રિવિલેજ કમિટીના રિપોર્ટ સુધી નિલંબિત કરવામાં આવ્યા છે. આ સમિતિ ૩ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. અગાઉ તુણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયનને સસ્પેંડ કરાયા હતા. આ સાથે જ કુલ બરતરફ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા ૪૬ થઇ છે. લોકસભાના નિલંબિત સાંસદોમાં વિપક્ષ નેતા અધીરરંજન ચૌધરી, ડીએમકે સાંસદ ટીઆર બાલુ, દયાનિધિમારન અને તુણમૂલ કોંગ્રેસના સૌગાત રાયનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News