દુનિયાના કયા દેશમાં સૌથી વધુ સુરક્ષિત છે મહિલાઓ? નામ સાંભળીને ચોંકી જશો
which country of the world are women the safest : વિશ્વના વિવિધ દેશોમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ અલગ-અલગ છે. કેટલાક દેશોમાં મહિલાઓ સંપૂર્ણ રીતે સલામત માનવામાં આવે છે, જ્યારે કેટલાક દેશોમાં મહિલાઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે આવો જાણીએ કે વિશ્વના કયા દેશો મહિલાઓ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
વિશ્વના સૌથી સુરક્ષિત દેશો
કેટલાક અભ્યાસો અને સર્વેક્ષણોના આધારે ઉત્તર યુરોપીયન દેશો સામાન્ય રીતે વિશ્વના સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં સામેલ છે. આ દેશોમાં મહિલાઓને ઉચ્ચ સ્તરની સુરક્ષા અને સમાનતા મળે છે.
આઇસલેન્ડ: આઇસલેન્ડ મહિલાઓ માટે વિશ્વના સૌથી સુરક્ષિત દેશ તરીકે સ્થાન ધરાવે છે. અહીં મહિલાઓને રાજકારણ, વેપાર અને સમાજના દરેક ક્ષેત્રમાં સમાન તકો મળે છે.
નોર્વેઃ નોર્વે દેશ પણ મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. અહીં મહિલાઓ વિરુદ્ધ હિંસાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ફિનલેન્ડઃ ફિનલેન્ડમાં મહિલાઓને શિક્ષણ અને રોજગારની સમાન તકો આપવામાં આવે છે. અહીં મહિલાઓની રાજકીય ભાગીદારી મોટા પ્રમાણમાં જોવા મળે છે.
સ્વીડન: સ્વીડનમાં મહિલાઓ માટે અનેક પ્રકારની સામાજિક સુરક્ષા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. અહીં મહિલાઓને પ્રસૂતિ રજા અને બાળ સંભાળની સુવિધા મળે છે.
ડેનમાર્કઃ ડેનમાર્કમાં મહિલાઓને લિંગ સમાનતા માટે ઘણી કાનૂની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
અન્ય દેશો સામે ભારતની સ્થિતિ
ભારતમાં મહિલાઓની સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. જો કે ભારત સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઘણાં પગલાં લીધાં છે, પરંતુ હજુ પણ તેમા કડક પગલાં લેવાની જરુર છે.
કયા આધારે સુરક્ષિત ગણવામાં આવે છે આ દેશ ?
- કોઈ દેશને મહિલાઓ માટે સુરક્ષિત ગણવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
- મહિલાઓ સામેની હિંસા સામે કડક કાયદા હોવા જોઈએ અને તેનો અસરકારક રીતે અને સંપૂર્ણ પણે અમલ થવો જોઈએ.
- મહિલાઓને શિક્ષણ અને રોજગારની સમાન તકો મળવી જોઈએ.
- મહિલાઓને સારી આરોગ્ય સાર-સંભાળની સુવિધાઓ મળવી જોઈએ.
- મહિલાઓને સમાજમાં સમાન દરજ્જો મળવો જોઈએ અને તેમના વિચારોનું સન્માન કરવું જોઈએ.
- તેમજ દેશમાં લિંગ સમાનતા માટે પ્રયત્નો થવા જોઈએ.