કર્ણાટકની આ ગુફામાં છે ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ, વિશેષતા જોઈ રહી જશો દંગ

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
કર્ણાટકની આ ગુફામાં છે ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ, વિશેષતા જોઈ રહી જશો દંગ 1 - image
Image Twitter 

તા. 1 ઓક્ટોબર  2023, રવિવાર

Shivaling Of Lord Shiv In Cave: ભારત(India)માં એવા કેટલાક પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળો (Tourist and religious places) આવેલા છે કે જેને કદાચ આપણે જાણતા નથી. આજે એવા પ્રવાસન સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યા સ્વયંભૂ શિવલિંગ (Swaambhu Shivlinga) આવેલુ છે. એટલે દર વર્ષે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે અને શિવલિંગના દર્શન કરવા આવે છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્ય (State of Karnataka)માં કેટલાય પ્રવાસન સ્થળો આવેલા છે,જેમા એક પશ્ચિમી ઘાટ પર સુંદર પર્વતમાળા આવેલી છે. જ્યા કુમતા જંગલોની આ અદ્દભૂત ખડકોમાં યાના ગુફા આવેલી છે. આ જોઈ દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આ ખડકોના કર્ણાટકના ઉત્તર કન્નડ વિસ્તારની પશ્ચિમી ઘાટમાં ખુબસુરત પર્વતમાળા આવેલી છે. 

અહીં આ ગુફા ગાઢ જંગલોની વચ્ચે આવેલી છે

યાનાની આ મનોહર અને ખૂબસુરત ગુફાઓ લીલાછમ ગીચ જંગલની વચ્ચે આવેલી છે. આ ગુફાઓ સુધી પહોચવા માટે ખૂબસુરત જંગલોમાથી પસાર થવુ પડે છે. અહીં 700 મીટરથી વધારે ફોરેસ્ટ ટ્રેકિંગ પછી 3 કિલોમીટરના વિસ્તારમાં ચુના પથ્થરના ખડકો જોવા મળે છે. આ જગ્યા ટ્રેકિંગ, જંગલ સફારી, ઝરણાઓ, અદ્દભૂત પ્રાકૃતિક સંરચનાઓ અને સ્વયંભૂ શિવલિંગ માટે ખુબ જાણીતું છે. આ જગ્યા ભારતની બીજી સૌથી સ્વચ્છ સ્થાન અને કર્ણાટકનું પહેલુ સૌથી સ્વચ્છ સ્થાન છે. 

સ્વયંભૂ શિવલિંગની આ વિશેષતા રહેલી છે

તમને જણાવી દઈએ કે આ પહાડોમાં ભગવાન શિવની સ્વયંભૂ શિવલિંગ આવેલુ છે. આ શિવલિંગનો અભિષેક કુદરતી રીતે થાય છે. જે ખૂબ જ આશ્ચર્યની વાત છે. આ શિવલિંગ સ્થાનિક લોકોમાં ગંગોધવ મહાદેવના નામથી પ્રસિદ્ધ છે. અહીં દેવી દુર્ગાના ચંડિકા અવતારની એક  કાંસાની મુર્તિ પણ જોવા મળે છે. 

  કર્ણાટકની આ ગુફામાં છે ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ, વિશેષતા જોઈ રહી જશો દંગ 2 - image


Google NewsGoogle News