Get The App

ઉત્તરાખંડમાં ધોમધખતી ગરમી, વીજળીના ટ્રાન્સફોર્મરને ઠંડા રાખવા કુલર મુકવા પડયા

ભીષણ ગરમીના લીધે વીજળીના ટ્રાન્સફોર્મરો પર વધતો જતો લોડ

ટ્રાન્સફોર્મરને પડતા લોડના લીધે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ઉત્તરાખંડમાં  ધોમધખતી ગરમી, વીજળીના ટ્રાન્સફોર્મરને ઠંડા રાખવા કુલર મુકવા પડયા 1 - image


હરિદ્વાર,૩૦ મે,૨૦૨૪, ગુરુવાર 

ઉત્તર ભારતમાં યુપી,દિલ્હી ઉપરાંત પહાડી પ્રદેશ ઉતરાખંડના મેદાની વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. ઋષિકેશ, રુડકી, હરિદ્વાર, રુદ્રપુર વગરે મેદાની વિસ્તારમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોચ્યો છે. તપાવતી ગરમીની અસર માણસો જ નહી મશીનો પર પણ થવા લાગી છે. ભીષણ ગરમીના લીધે વીજળીના ટ્રાન્સફોર્મરો પર લોડ ના પડે તે માટે ટ્રાન્સફોર્મરોને કૂલર લગાવવામાં આવ્યા છે એટલું જ નહી ઠંડો પવન અડે તે માટે કંતાન ભીનું કરીને કુલર પાસે રાખવામાં આવ્યું છે.

 ઉનાળામાં વીજળીની માંગ સતત વધતી જાય છે ત્યારે વીજ પુરવઠો મેન્ટેઇન રહે તે માટે ઉર્જા નિગમ કાળજી રાખી રહયું છે. એક તો ધોમધખતી ગરમી અને વીજ પુરવઠાના લીધે ટ્રાન્સફોર્મરને પડતા લોડના લીધે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે તેના ઉપાય તરીકે કૂલર ગોઠવવામાં પડયા છે.  સામાન્ય રીતે ૪૦ ડીગ્રીથી વધુ તાપમાન વિસ્તારના લોકોએ જોયું ન હોવાથી સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ પણ અકળાઇ રહયા છે. ઋષિકેશમાં તાપમાનનો પારો વર્ષો પછી રેકોડતોર્ડ ૪૨ ડિગ્રીને વટાવી ગયો હતો. બજારમાં લોકોની ભીડ પણ ઓછી જવા મળે છે. બપોર દરમિયાન રસ્તાઓ સ્વયંભૂ સૂમસામ થઇ ગયા હતા. લોકો હવામાન ખાતાની આગાહી સાચી પડે અને વરસાદનું આગમન થાય તેની રાહ જોઇ રહયા છે.


Google NewsGoogle News