યુવકને સાપે 40 દિવસમાં 7 વખત માર્યા ડંખ, આવું શક્ય કઈ રીતે? યોગી સરકાર એક્શનમાં
Uttar Pradesh Snake Case : ઉત્તર પ્રદેશના ફતેહપુરના સૌરા ગામના યુવકની પાછળ સાંપ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકને 40 દિવસની અંદરમાં 7 વખત સાંપે ડંખ માર્યા હતા. બીજી તરફ, 24 વર્ષના યુવકની પાછળ પડેલા સાંપનું રહસ્ય ઉકેલવા માટે ફતેહપુર વહીવટીતંત્ર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં યુવકને વારંવાર સાંપ કરડવા સહિત ડૉક્ટરની સારવાર અંગેના રીપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવશે.
અત્યાર સુધી સાંપે 7 ડંખ માર્યો, 9માં ડંખે મોત થવાનું યુવકનું સ્વપ્ન
મલવા પોલીસ સ્ટેશન ક્ષેત્રના સૌરા ગામના વિકાસ દ્વિવેદીની પાછળ સાંપ પડ્યો હોવાની ઘટનાએ વેગ પકડ્યો છે. સ્થાનિકોનું એવું માનવું છે કે, સાંપે વિકાસને પોતાની આંખોમાં ઉતારી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સાંપે વિકાસને 7 વખત ડંખ માર્યો હોવાની ઘટના બની છે. બીજી તરફ વિકાસનું કહેવું છે કે, સ્વપ્નમાં સાંપે વિકાસને 9મી વખત ડંખ મારવાથી તેનું મોત થશે તેવું જણાવ્યું હતું.
સાંપ કરડવાનું રહસ્ય ઉકેલવા 3 ડૉક્ટરની ટીમ બનાવી
ઘટના અંગેની જાણકારી મીડિયામાં આવતાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઘટનાની નોંધ લેવામાં આવી છે. જો કે, ઘટનાને લઈને સીએમઓ ડૉ. રાજીવ નયન ગિરીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે સચોટ તપાસ કરવા માટે 3 ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે.
ડૉક્ટરની ટીમ યોગ્ય તપાસ કરીને કલેક્ટરને રીપોર્ટ મોકલશે
સમગ્ર ઘટના મામલે ડૉક્ટરની ટીમ દ્વારા યુવકની સારવાર કરી રહેલા સ્થાનિક હોસ્પિટલના ડૉક્ટર સાથે પૂછપરછ કરવામાં આવશે. સાંપે 7 વખત યુવકને ડંખ માર્યા તેની સામે ડૉક્ટર દ્વારા શું સારવાર આપવામાં આવી હતી. આ સાથે યુવકના શરીર પર સાંપે ડંખ માર્યા હોવાના કેટલા નિશાન છે. આ સહિત અન્ય પાસાઓની તપાસ કરીને કલેક્ટરને રીપોર્ટ મોકવામાં આવશે.