ઉત્તર પ્રદેશમાં ડૉક્ટરોએ મૃત જાહેર કરેલી મહિલાએ અચાનક ઊઠીને પાણી માંગ્યું...

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં ડૉક્ટરોએ મૃત જાહેર કરેલી મહિલાએ અચાનક ઊઠીને પાણી માંગ્યું... 1 - image


Image Source: Freepik

લખનૌ, તા. 30 ડિસેમ્બર 2023 શનિવાર

આને કુદરતનો ચમત્કાર કહો કે ડોક્ટરોની બેદરકારી. હોસ્પિટલમાં મૃત જાહેર મહિલા રસ્તામાં જીવિત ઊભી થઈ ગઈ. કેન્સરથી પીડિત મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવાઈ. એમ્બ્યુલન્સથી ઘરે લાવતી વખતે મહિલા રસ્તામાં ઉઠીને બેસી ગઈ અને પાણી માંગવા લાગી. 

આ કિસ્સો હમીરપુર જિલ્લાના રાઠ વિસ્તારનો છે. આ વિસ્તારના રહેવાસી માતાદીન રૈકવારે જણાવ્યુ કે અનીતા બીમાર રહેતી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ મહિલાને બ્લડ કેન્સર થયુ હોવાની વાત કહી. તેમણે છતરપુર, ભોપાલ, જાલંધર, ચંદીગઢ અને અમૃતસરમાં સારવાર કરાવી.

જાલંધરમાં નૌગાવ નિવાસી સંબંધી રાજુ રૈકવાર મજૂરી કરે છે. થોડો સમય જાલંધરમાં રાજુના ત્યાં રહીને પ્રાઈવેટ હોસ્પિટલમાં મહિલાની સારવાર કરાવવામાં આવી હતી. લગભગ 15 દિવસ પહેલા મહિલાની હાલત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.  

મૃતદેહ લાવવા માટે 30 હજારમાં એમ્બ્યુલન્સ કરાવી

પત્નીના કથિત મૃતદેહને પેક કરીને તેમને સોંપી દેવાયો. ગામમાં મૃતદેહ લાવવા માટે તેમણે ત્રીસ હજારમાં એમ્બ્યુલન્સ કરી. માતાદીને જણાવ્યુ કે નોઈડા પહોંચવા પર મહિલા પાણી માંગવા લાગી. આ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. જોકે બાદમાં મહિલાને તેના ગામ લાવી દેવાઈ છે. હવે મહિલાની તબિયત ઠીક છે. મૃત જાહેર મહિલાના જીવિત થવા પર તેમને જોવા માટે ગામના લોકોની ભીડ ઉમટી છે.


Google NewsGoogle News