Get The App

યુપીમાં વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચ શીખવાડતાં જ શિક્ષકની કરતૂતનો ભાંડો ફૂટ્યો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
યુપીમાં વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચ શીખવાડતાં જ શિક્ષકની કરતૂતનો ભાંડો ફૂટ્યો 1 - image


Image: Freepik

Sexual Harassment Case in UP: એક સ્કુલ શિક્ષકની કથિત યૌન શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલો ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાની પ્રાથમિક શાળાનો છે. શાળાના શિક્ષિકા વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહ્યાં હતા. ત્યારે તે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે 'આવું બેડ ટચ તો તે શિક્ષક કરે છે.' આ તમામ વિદ્યાર્થિનીઓ ધોરણ 1 થી 3 ની છે. તેમને શું ખબર હતી કે એક શિક્ષક પણ ખોટું કરી શકે છે.

પછી મચ્યો હોબાળો

પ્રાથમિક શાળાના શિક્ષક લાંબા સમયથી માસૂમ વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરી રહ્યાં હતા પરંતુ વિદ્યાર્થિનીઓ શિક્ષકની હરકતને સમજી શકી નહીં જ્યારે શાળાના શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચનો અર્થ સમજાવ્યો તો તમામ વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે આ બધું તેમની સાથે દરરોજ તેમના શિક્ષક કરે છે તો શાળામાં હોબાળો મચી ગયો. ઘટનાની જાણકારી ગ્રામજનોને થઈ તો વધુ હોબાળો મચ્યો.

આ પણ વાંચો: યુપીમાં આશ્રમ સિરીઝને ટક્કર મારે તેવો કિસ્સો, સગીરા ગર્ભવતી થતાં સેવાદારનો ભાંડો ફૂટ્યો

શિક્ષણ વિભાગ કરી રહ્યું છે બચાવ

ગ્રામ પ્રધાને જણાવ્યું કે 'સમગ્ર મામલાની જાણકારી શિક્ષણ વિભાગના અધિકારીઓને થઈ તો ઉચ્ચ અધિકારીઓએ પણ મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગ્રામજનોએ બાળકોની સુરક્ષાની માગ અને આરોપી પર કાર્યવાહીને લઈને પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. આ મામલે શિક્ષણ વિભાગ આરોપી શિક્ષક પર આકરી કાર્યવાહી કરવાના બદલે તેની પર મહેરબાની કરતું નજર આવી રહ્યું છે. શિક્ષણ વિભાગના જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જવાબ આપવાનો ઈનકાર કર્યો છે.


Google NewsGoogle News