બેઠક વહેંચણીમાં ભાજપે મારી બાજી, શરદ-ઉદ્ધવ સાથે ડીલ કરવામાં કોંગ્રેસ રહી ગઇ પાછળ!
Image: Facebook
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ મંગળવારે પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપની અધ્યક્ષતાવાળી મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન મહા વિકાસ અઘાડીની વચ્ચે લડત છે. બેઠક વહેંચણીની સાથે શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીના આ દંગલમાં કોંગ્રેસની તુલનામાં ભાજપ વધુ મજબૂત નજર આવી રહ્યું છે. ભાજપ બેઠક વહેંચણી દરમિયાન પહેલી લડતમાં ખૂબ મજબૂત નજર આવી રહી છે. 150 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના ભાગમાં મહાયુતિમાં માત્ર 100 બેઠકો ગઈ છે.
તાજેતરમાં જ બેઠક વહેંચણીની વાતચીત દરમિયાન આ ખબર સામે આવી છે કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં પાર્ટીના નેતાઓ અને આ ચર્ચામાં સામેલ કેન્દ્રીય નેતાઓથી નારાજગી વ્યક્ત કરી છે. તે આ ડીલથી ખુશ નથી. તેમણે તમામને આ માટે ફટકાર લગાવી છે. જોકે, પાર્ટીએ તેનું ખંડન કર્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં, 150 બળવાખોર બન્યા માથાનો દુઃખાવો, હરિયાણા જેવા થશે હાલ?
બેઠક વહેંચણીને લઈને વિદર્ભ સાથે નારાજગીની ખબર સામે આવવા લાગી છે. એક રિપોર્ટ અનુસાર કોંગ્રેસના એક નેતાએ કહ્યું, 'અમે અહીં બે કારણોથી બેઠકોની વહેંચણીમાં કમજોર પડી ગયા. પહેલું અમારા પ્રદેશના નેતાઓની વચ્ચે આંતરિક મતભેદ. બીજું કારણ એ હતું કે મહાયુતિની તુલનામાં અમારા જૂથમાં સામેલ બે ક્ષેત્રીય સહયોગીઓએ અમારા હાઈકમાન્ડ સાથે ખૂબ આકરી ડીલ કરી છે.'
તેમણે કહ્યું, 'એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) બંનેની કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી સીધી પહોંચ છે. શરદ પવાર હંમેશા આકરી ડીલ કરે છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત કોઈ પણ સમયે રાહુલ ગાંધીને ફોન કરી શકે છે. ગતિરોધની સ્થિતિમાં સ્થાનિક પદાધિકારીઓની કોઈ ભૂમિકા રહી જતી નથી.' મહાયુતિમાં ના તો અજીત પવાર અને ના એકનાથ શિંદે સીધા પીએમ મોદી કે અમિત શાહને ફોન કરી શકે છે. આ ડીલ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના પક્ષમાં ગયું.