Get The App

છેલ્લા ૭ વર્ષંમાં ભૂસ્ખલનની ૩૭૮૨ ઘટનાઓમાં ૬૦ ટકા કેરલમાં બની

વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ૧૭૪ લોકોના મુત્યુ થયા છે

ઘટના મંગળવારે બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન બની હતી.

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
છેલ્લા ૭ વર્ષંમાં ભૂસ્ખલનની ૩૭૮૨ ઘટનાઓમાં ૬૦ ટકા કેરલમાં બની 1 - image


વાયનાડ, ૩૧ જુલાઇ,૨૦૨૪,મંગળવાર 

કેરલના વાયનાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ૧૭૪ લોકોના મુત્યુ થયા છે અને સેંકડો  ઘાયલ થાય છે. અત્યાર સુધી ૯૩ મૃતદેહોની ઓળખ થઇ શકી છે. બચાવ ટુકડી ભૂસ્ખલન થવાથી કાટમાળમાં દબાયેલા લોકોની તપાસ કરી રહી છે. આથી સમય જતા મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે.

ભૂસ્ખલન પછી મુંડક્કઇ અને ચૂરલમાલા વિસ્તારમાં ૧૮૦થી વધુ લોકો લાપતા છે. ૩૦૦થી વધુ મકાનો ક્ષતીગ્રસ્ત થયા છે. આર્મી,નેવી અને એનડીઆરએફની બચાવ ટીમ કાટમાળમાંથી લોકોને શોધી રહી છે. ભૂસ્ખલનની ઘટના  મંગળવારે બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન બની હતી. ઘરમાં આરામ કરી રહેલા લોકોને અચાનક આવેલી આપદામાં બહાર નિકળવાનો મોકો પણ મળ્યો ન હતો. એક માહિતી મુજબ કેરલમાં ૨૦૧૮માં વરસાદના પ્રકોપથી ભારે નુકસાન થયું ત્યારે પણ ભૂસ્ખલનની ભયાવહ ઘટના બની ન હતી.

૧૯૬૧ થી ૨૦૧૬ દરમિયાન કેરળમાં લેન્ડસ્લાઇડિંગથી ૨૯૫ લોકોના મુત્યુ થયા છે. આટલા વર્ષો પછી માત્ર ૨૦૨૪ના વર્તમાન સમયમાં આંકડો પાર થાય તેવી શકયતા છે. જુલાઇ ૨૦૨૨માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા લોકસભામાં આપવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૭ વર્ષમાં લેન્ડ સ્લાઇડિંગની ઘટનાઓ વધી છે. ૨૦૧૫ થી ૨૦૨૨ દરમિયાન ૩૭૮૨ ભૂસ્ખલનની ઘટનાઓમાં ૫૯.૩ ટકા એટલે કે ૨૨૩૯ ઘટનાઓ કેરલમાં બની છે. 


Google NewsGoogle News