Get The App

હવે સ્ટાર્ટ-અપ અને પ્રાઈવેટ કંપનીઓનો અવકાશમાં જોવા મળશે દબદબો, ISROએ શરૂ કરી નવી પહેલ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
હવે સ્ટાર્ટ-અપ અને પ્રાઈવેટ કંપનીઓનો અવકાશમાં જોવા મળશે દબદબો, ISROએ શરૂ કરી નવી પહેલ 1 - image
પ્રતિકાત્મક તસવીર

ISRO Launched New Initiative : ભારતની સ્પેસ ઓથોરિટી 'ઈન-સ્પેસ'એ એક નવી પહેલ શરૂ કરી છે. આ હેઠળ સ્ટાર્ટ-અપ અને પ્રાઈવેટ કંપનીઓનો અવકાશમાં પ્રયોગ કરવાનો મોકો મળશે. ગત સોમવારે બે ઉપગ્રહોને લોન્ચ કર્યા બાદ PSLV રોકેટ કક્ષા (ઑર્બિટ)માં રહેશે. તેના ચોથા તબક્કાનો ઉપયોગ આ પ્રયોગો માટે કરવામાં આવશે. આ દરમિયાન કુલ 24 પ્રયોગ કરવામાં આવશે. જેમાંથી 14 પ્રયોગ ISRO અને 10 પ્રયોગ બિન-સરકારી સંસ્થાઓ કરશે. 

શું થશે પ્રયોગ?

આ પહેલ હેઠળ અવકાશમાં ઉનાળામાં ઉગાડવામાં આવેલા બીજ અંકુરણનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં રોબોટિક હાથેથી અવકાશમાં કાટમાળ પકડવાનો પ્રયોગ અને આબોહવા પ્રોપલ્શન સિસ્ટમનું પરીક્ષણ કરાશે. આ પ્રયોગો PSLV ઓર્બિટલ એક્સપેરીમેન્ટ મોડ્યુલ (POEM)માં હાથ ધરવામાં આવશે.

ઈન-સ્પેસ પ્રદાન કરશે મદદ

'ઈન-સ્પેસ' સ્ટાર્ટ-અપ અને પ્રાઈવેટ કંપનીઓને આ પ્રયોગમાં તકનીકી સપોર્ટ અને પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરશે. અમદાવાદ સ્થિત ઈન-સ્પેસના તકનીકી કેન્દ્રમાં આ કંપનીઓને તેની પરિયોજનાઓ માટે જરૂરી ઉપકરણ અને મદદ પણ મળશે. ઈન-સ્પેસના નિદેશક રાજીવ જ્યોતિએ જણાવ્યું હતું કે, 'સ્ટાર્ટ-અપને પ્રયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ. જેમાં નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને પરીક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ છે.'

આ પણ વાંચો: છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, પૂરઝડપે આવેલી સ્કૉર્પિયોએ બે બાઈકને હવામાં ફંગોળી, પાંચ વિદ્યાર્થીના મોત

આ પહેલામાં ISROના વૈજ્ઞાનિક પણ સામેલ થશે. ISROની 'ક્રૉપ્સ' નામક પરિયોજના અવકાશમાં બીજના અંકુરણનો અભ્યાસ કરશે. આમાં રીંગણના બીજને ખાસ કન્ટેનરમાં ઉગાડવા માટે રાખવામાં આવશે, જેથી તેમની વૃદ્ધિ અવકાશમાં જોઈ શકાય.

ઈન-સ્પેસની શું છે ભૂમિકા?

આ મિશનમાં 10 પ્રયોગ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. તેમાં છોડના કોષોની વૃદ્ધિનો અભ્યાસ, ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમનું પરીક્ષણ, સિન્થેટિક રડાર (SAR) દ્વારા અવકાશમાં ઇમેજિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રયોગોમાં પણ અવકાશમાં કોમ્યુનિકેશન અને સેટેલાઇટ સેન્સરનું પરીક્ષણ કરવામાં આવશે. ઈન-સ્પેસ કોઈપણ તકનીકી સમસ્યાઓના નિરાકરણ માટે સ્ટાર્ટ-અપને નિવૃત્ત ISRO નિષ્ણાતો સાથે જોડે છે. જેના થકી સ્ટાર્ટ-અપને અવકાશ મિશનોમાં સફળતા હાંસલ કરવામાં મદદ કરે છે. 


Google NewsGoogle News