મધ્યપ્રદેશમાં બે જૂથ વચ્ચે બબાલ! પથ્થરમારા બાદ ફાયરિંગ થતાં 1નું મોત, 7થી વધુ ઈજાગ્રસ્ત
Image Source: Twitter
Violence in Shajapur: મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના મક્સીમાં બુધવારે મોડી બે જૂથો વચ્ચે મોટી બબાલ થઈ ગઈ હતી. અહીં બે જૂથો વચ્ચે વિવાદ ખૂબ વધી ગયો અને પછી વાત પથ્થરમારા અને ફાયરિંગ સુધી પહોંચી ગઈ. આ વિવાદમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને સાતથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બબાલ બાદ આખા ગામમાં પોલીસ ફોર્સ તેહનાત કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
હકીકતમાં બે દિવસ પહેલા મક્સીમાં મુસ્લિમ સમુદાયના એક યુવક સાથે મારપીટ થઈ હતી. ત્યારબાદ બુધવારે રાત્રે જૂના વિવાદને લઈને બંને જૂથો ભડકી ગયા હતા અને સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. બબાલ દરમિયાન ભીડમાંથી જ કોઈકે ફાયરિંગ કર્યું હતું જેમાં કેટલાક યુવકો ઘાયલ થઈ ગયા છે.
મક્સી પોલીસ પર પણ ભીડનો પથ્થરમારો
આ ઘટનાની સૂચના મળતા ઘટના સ્થળ પર પહોંચેલી મક્સી પોલીસ પર જ ભીડે પથ્થરમારો કરી દીધો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. વિવાદ વધુ ના વધે તેને ધ્યાનમાં રાખી સમગ્ર મક્સીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ખૂણે-ખૂણે પોલીસ તેહનાત કરી દેવામાં આવી છે. હવે લોકોને એક જગ્યા પર એકઠા થવા પર પણ પ્રતિબંધ છે. આ વચ્ચે પોલીસ સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ પર પણ નજર રાખી રહી છે.
આ બબાલમાં જે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેમાંથી એક યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો છે. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે સાત લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શાજાપુરના મક્સીમાં બે જૂથો વચ્ચે વિવાદ થઈ ગયો હતો. ફાયરિંગની ઘટના સામે આવી છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. સ્થળ પર પોલીસ ફોર્સ તેહનાત છે. જો કે આ ઘટના શા માટે બની તે અંગેની માહિતી સામે નથી આવી. આ અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ જૂના વિવાદને લઈને બબાલ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.