કાઝીરંગા નેશનલ પાર્કમાં પીએમ મોદીએ હાથી પર સવારી કરી પછી જીપમાં ગયા
- બરૌની-ગુવાહાટી ગેસ પાઇપ લાઇનનું ઉદઘાટન કર્યું
- વડાપ્રધાન આસામ, અરૂણાચલ પ્રદેશ, પ.બંગાળ અને યુપીની મુલાકાતે છે આસામમાં 125' ઉંચી લચિંત વીર ફૂંકનની સ્ટેચ્યુ ઓફ વેલરનું ઉદઘાટન કર્યું
ગુવાહાટી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે હતા તે દરમિયાન તેઓ કાઝીરંગા નેશનલ પાર્ક ગયા. હાથીઓના ઝૂંડ અને ગેંડા માટે આ વિસ્તાર વિખ્યાત છે. આસામમાં હાથી ઉપર તેઓ મુસાફરી કરતા હતા તેનો વિડિયો પણ ઉતર્યો છે.
આસામ ઉપરાંત વડાપ્રધાન અરૂણાચલ પ્રદેશ, પ.બંગાળ અને ઉ.પ્ર.ની પણ મુલાકાત લેવાના છે. આજે સવારે ૫.૪૫ મિનિટે તેઓએ હાથી પર મુસાફરી શરૂ કરી હતી.
ભારતમાં દુનિયામાં સૌથી વધુ ૨૫૦૦થી પણ વધુ હાથીઓ છે, હાથી સુરક્ષિત વન્ય પશુ છે તેમજ ગેંડા પણ સુરક્ષિત વન્ય પશુ છે. તે ઉલ્લેખનીય છે.
કાઝીરંગાના 'સેન્ટ્રલ કોહોરા રેન્જનાં મિહિમુખ ક્ષેત્રમાં મોદીએ હાથી પર સવારી કરી હતી તે પછી જીપ સફારી પણ કરી.' તેઓની સાથે કાઝીરંગા નેશનલ પાર્કનાં નિર્દેશક સોનાલી ઘોષ અને વન્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. આસામની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શુક્રવારે સાંજે જ કાઝીરંગા પહોંચી ગયા હતા.
બપોરે તેઓ જોરહર પહોંચ્યા અને મહાન આહોમ સેનાપતિ લચિંત વીર ફૂંકનની ૮૪ ફીટ ઊંચી 'સ્ટેચ્યુ ઓફ વેલર' (શૌર્યની પ્રતિમા)નું ઉદઘાટન પણ કર્યું, તે પછી તેઓ જોરહરના 'મેલેંગ મેતેલી પોથાર' ગયા. જ્યાં તેઓએ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની રાજ્ય અને કેન્દ્રની પરિયોજનાઓ પૈકી કેટલીકનું ઉદઘાટન કર્યું. જ્યારે કેટલીક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો ત્યાં તેઓએ જાહેરસભામાં પણ પ્રવચન આપ્યું.
વડાપ્રધાને બરૌની ઓઈલ રીફાઈનરીનો હજી સુધી બાળી નખાતો ગેસ ગુવાહટી સુધીની પાઇપ લાઇન દ્વારા ગુવાહટી પહોંચાડાતી યોજનાનું પણ ઉદઘાટન કર્યું. ત્યાર પછી તેઓ પશ્ચિમ બંગાળ જવા રવાના થયા.