ભારતમાં વર્ષે ૬૭૦૦૦ મહિલાના મુત્યુ સર્વાઇકલ કેન્સરથી થાય છે, એચપીવી વાયરસ છે જવાબદાર

સર્વાઇકલ કેન્સર માટેની વેકિસન ભારતમાં પણ બનવા લાગી છે

આ વાયરસ દાખલ થયા પછી ૧૦ વર્ષ સુધી શરીરમાં રહે છે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ભારતમાં વર્ષે ૬૭૦૦૦ મહિલાના મુત્યુ સર્વાઇકલ  કેન્સરથી થાય છે, એચપીવી વાયરસ છે જવાબદાર 1 - image


નવી દિલ્હી,3 જાન્યુઆરી,2024,શનિવાર 

મોડેલ અને અભિનેત્રી પુનમ પાંડેએ સર્વાઇકલ કેન્સર થી મુત્યુ થવાનો સ્ટંટ કરીને ચોંકાવી દીધા છે. 24 કલાક પછી તેને ખુલાસો કર્યો છે આવું નાટક તેને સર્વાઇકલ કેન્સર બાબતે લોકોને જાગૃત કરવા માટે કર્યુ છે. જો કે સોશિયલ મીડિયા પર તેના આ ઘટીયા પબ્લિસીટી સ્ટંટની ટીકા કરી રહયા છે.  

કેન્સરનું નામ પડે એટલે લોકો વિચારે છે કે એ કેન્સલ છે. કેન્સર આમ તો ઘણા પ્રકારના હોય છે પરંતુ ભારતમાં મોઢાના કેન્સર પછી મહિલાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર જોવા મળે છે જેને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે આ કેન્સર માટે એચપીવી નામનો વાયરસ જવાબદાર છે. આ વાયરસ દાખલ થયા પછી ૧૦ વર્ષ સુધી શરીરમાં રહે છે અને સેલને ડેમજ કરીને કેન્સર પેદા કરે છે.

ભારતમાં વર્ષે ૬૭૦૦૦ મહિલાના મુત્યુ સર્વાઇકલ  કેન્સરથી થાય છે, એચપીવી વાયરસ છે જવાબદાર 2 - image

કેન્સરની વળી વેકિસન હોય ? પરંતુ આ એવું કેન્સર છે જેની વેકિસન હોય છે. તેમ છતાં  ભારતમાં વર્ષે ૬૭૦૦૦ મહિલાના મુત્યુ સર્વાઇકલ કેન્સરથી થાય છે જે દૂખની વાત છે. જયારથી સંશોધન થયું છે કે સર્વાઇકલ કેન્સર માટે એક વાયરસ જવાબદાર છે ત્યારથી દર્દીઓને બચાવી શકાય છે. જેમ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે એવી જ સરળતાથી સેલને માઇક્રોસ્કોપમાં જોઇ શકાય છે. એચપીવી વાયરસ અંગે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોને નોબેલ પારિતોષિક મળ્યો હતો. એચપીવી વાયરસ શરીરમાં પ્રવેશ કરે તે પછી ૧૦ વર્ષ સુધી પડયો રહે છે.

સેલના ન્યૂકિલઅસની અંદર ચોંટી જાય છે એ પછી ડેવલપ થાય છે. હવે તો આ કેન્સર અટકાવવા માટે વેકિસન પણ ઉપલબ્ધ છે પહેલા તો મોંઘી હતી પરંતુ હવે ઘણી સસ્તી છે. જો મહિલાઓએ આ પ્રકારના કેન્સરથી બચવું હોયતો વાયરસનો ટેસ્ટ કરાવવો એ જ ઉપાય છે. સર્વાઇકલ કેન્સર માટેની વેકિસન ભારતમાં પણ બનવા લાગી છે પરંતુ આ અંગે લોકોમાં સમજ અને જાગૃતિ ફેલાવવાની જરુર છે. પરણીત યુવાન છોકરીઓએ આનો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ. 


Google NewsGoogle News