Get The App

તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Sweets Ban in Ghaziabad Temple


Sweets Ban in Ghaziabad Temple: તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ત્રણ મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

આ મંદિરોમાં બહારનો પ્રસાદ ચડાવવા પર પ્રતિબંધ

આ પૈકી સોમવારે જ દૂધેશ્વરનાથ મંદિરમાં બજારના પ્રસાદ પર પ્રતિબંધ અંગેનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બુધવારે દિલ્હી ગેટ સ્થિત દેવી મંદિર અને સંજય નગરના હનુમાન મંદિરમાં પણ બજારનો પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભગવાનની મૂર્તિઓને બહારનો પ્રસાદ ચઢાવવાનું ટાળી રહ્યા છે.

તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં 2 - image

આ પ્રસાદ જ ચઢાવી શકાશે 

આ અંગે માહિતી આપતા મુખ્ય ટ્રસ્ટી વી.કે.અગ્રવાલે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન અને ત્યાર બાદ ભગવાનને માત્ર ગોળ, ચણા, ફળો, નાળિયેર, મિશ્રી અને પેઠાનો જ પ્રસાદ ચઢાવવામાં આવશે. આ સિવાય જે ભક્તો પોતાના ઘરેથી પ્રસાદ લાવે છે જેમ કે ખીર, પુરી, હલવો, ભોજન અથવા અન્ય કોઈપણ ખાદ્યપદાર્થો પણ અર્પણ કરી શકાય છે. પરંતુ બજારથી ખરીદેલી મીઠાઈભોગ ભગવાનને અપર્ણ કરવામાં નહિ આવે. 

આ પણ વાંચો: મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ચોરી, પૂજારીએ અન્ન-જળ ત્યાગ કર્યો તો ચોરને થયો પસ્તાવો અને...

આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

મંદિરના નારાયણગિરિ મહારાજે કહ્યું હતું કે આજકાલ એટલી બધી ભેળસેળ થઈ રહી છે અને તેની યોગ્ય રીતે તપાસ પણ થતી નથી. મંદિરમાં ભગવાનને આવી ભેળસેળયુક્ત મીઠાઈઓ ચઢાવવી એ સનાતન ધર્મ અને શાસ્ત્રો વિરુદ્ધ છે, જે મંદિરની પવિત્રતાનું ઉલ્લંઘન કરવા સમાન છે. આથી મંદિરોની પવિત્રતા અને માન્યતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં 3 - image


Google NewsGoogle News