દેવરિયામાં 2 યુવતીઓએ એકબીજા સાથે કર્યા લગ્ન, 2 વર્ષ રહી હતી લિવ-ઈનમાં
નવી મુંબઇ,તા. 9
જાન્યુઆરી 2024, મંગળવાર
કહેવાય છેકે, પ્રેમ આંધળો
હોય છે. આવી જ કંઇક લવ સ્ટોરી ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે, યુપીના દેવરિયામાં થયેલા એક લગ્નની આજકાલ ખૂબ ચર્ચા
થઈ રહી છે
યુપીના દેવરિયામાં બે
યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના દેવરિયાના ચાનુકી
સ્થિત ઓર્કેસ્ટ્રામાં કામ કરતી બે યુવતીઓની છે. બંને યુવતીઓ પશ્ચિમ બંગાળની
રહેવાસી છે. અહીં ઓર્કેસ્ટ્રામાં ડાન્સર તરીકે બંને છોકરીઓ કામ કરતી હતી.
એક યુવતીનું નામ જયશ્રી
રાઉલ છે, જેની ઉંમર 28 વર્ષ છે. બીજી યુવતીનું નામ રાખી દાસ છે, જેની ઉંમર 23 વર્ષ છે. આ બંને યુવતીઓ 2 વર્ષ સુધી
પતિ-પત્નીની જેમ એકબીજા સાથે રહેતી હતી. હવે મળતી માહિતી પ્રમાણે બંને યુવતીઓએ
મજૌલી રાજ સ્થિત ભગડા ભવાની મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.આ લગ્નમાં એઐક
યુવતી દુલ્હનની જેમ તૈયાર થઇ હતી જ્યારે અન્ય યુવતી વરરાજાની જેમ સાફો પહેરીને આવી
હતી.
આ બંને યુવતીઓ પશ્ચિમ
બંગાળથી એક સાથે આવી હતી અને ચનુકીમાં ઓર્કેસ્ટ્રા ગ્રુપમાં કામ કરતી હતી. બંનેએ
સોમવારે સલેમપુરના મજૌલી રાજ સ્થિત ભગડા ભવાની મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા
હતા. બંનેના લગ્ન સ્થાનિક પંડિત દ્વારા હિંદુ રીતિ-રિવાજ મુજબ મંદિરમાં થયા હતા.
વાસ્તવમાં, ભાટપરાની પોલીસ સ્ટેશન વિસ્તારના ચાનુકી ગામમાં એક યુવા ઓરકેસ્ટ્રા ચાલે છે. આ ઓર્કેસ્ટ્રામાં કામ કરતી બે ડાન્સર એકબીજાની એટલી નજીક આવી ગઈ કે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. બંને છોકરીઓના લગ્ન મઝૌલીરાજના પ્રખ્યાત ભાંગડા ભવાની માતાના મંદિરમાં થયા. તેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.