હેડ કોન્સ્ટેબલની પત્ની-પુત્રીની હત્યા બાદ છત્તીસગઢમાં તણાવ: રોષે ભરાયેલી ભીડે SDMને દોડાવ્યા
Killing Of Head Constable Talib Sheikh In Chhattisgarh : છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં તહેનાત હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા પછી મૃતદેહને ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને વેરહાઉસની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. ટોળાએ SDMને પણ માર માર્યો હતો. અને તેમને રસ્તા પર દોડાવ્યા હતા. અને સૂરજપુર પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધું હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર આરોપી કુલદીપ સાહુ છે. આ ઘટનાની શરૂઆત સોમવારની મધ્યરાત્રીએ થઇ હતી. જયારે કુલદીપ શહેરના જ્યારે ચોપાટીમાં હતો. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સાથે તેનુ ઘર્ષણ થયુ હતું. આ પછી કુલદીપ સાહુએ હોટલમાં રાખેલ ગરમ તેલ ભરેલું તપેલું પોલીસ પર ઠાલવી દીધું હતું, જેમાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ત્યારબાદ આરોપી પોલીસથી બચવા માટે ત્યાંથી ભાગી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાગતી વખતે તેણે હેડ કોન્સ્ટેબલને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ આરોપીને પકડવાની તૈયારી કરી રહ્યો હતો. અને આરોપીને પકડવા માટે પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખના ઘરમાં ઘુસીને તેની પત્ની અને પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી.'
આ પણ વાંચો : સલમાન ખાન જ નહીં પણ આ જાણીતો સ્ટેન્ડઅપ કોમેડિયન પણ બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં?
પોલીસ અધિક્ષક એમ.આર આહિરે આરોપી કુલદીપ સાહુને પકડવા માટે ચાર પોલીસ ટુકડીની રચના કરી દેવાઈ હતી. હવે ટુકડીએ સુરજપુર જીલ્લાના આજુબાજુના જીલ્લા અને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. આ સિવાય સાઈબરની મદદ આરોપી સુધી પહોંચવા માટે મદદ લેવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી કુલદીપ સાહુનું એક આઈડી કાર્ડ સામે આવ્યું છે. જેમાં આરોપી કુલદીપ સાહુ કોંગ્રેસ પદયાત્રા દરમિયાન કોંગ્રેસના NSUI સંગઠનનો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તે જે કારમાં સવાર હતો અને જેના પર પોલીસે ગોળીબાર કર્યો હતો. તેના પર NSUIના જિલ્લા પ્રમુખનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.