Get The App

બિહારમાં અપક્ષ ઉમેદવાર લાલુ અને નિતિશના પક્ષને ભારે પડયા, જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું

શંકરસિંહની રાજનીતિમાં વર્ષ ૨૦૦૦માં એન્ટ્રી થઇ હતી.

૨૦૦૫માં પ્રથમ વાર રુપૌલી બેઠક પરથી જીત્યા હતા

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
બિહારમાં અપક્ષ ઉમેદવાર લાલુ અને નિતિશના પક્ષને ભારે પડયા, જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું 1 - image


નવી દિલ્હી,૧૩ જુલાઇ,૨૦૨૪,શનિવાર

લોકસભા ચુંટણી પછી પ્રથમવાર યોજાયેલી ૭ રાજયોની ૧૩ વિધાનસભા ક્ષેત્રની પેટા ચુંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક સાબીત થયા છે. ભાજપને ૨ જયારે કોંગ્રેસ તથા તેના ગઠબંધનને ૧૦ બેઠકો મળી છે. જો કે સૌથી વધુ ધ્યાન બિહારમાં રુપોલી વિધાનસભા બેઠક પર વિજેતા થયેલા અપક્ષ ઉમેદવાર શંકરસિંહે ખેંચ્યું છે. રુપોલી વિધાનસભા પૂર્ણીયા લોકસભા મત વિસ્તારમાં આવે છે. 

લોકસભાની ચુંટણીમાં પૂર્ણીયા બેઠક પર અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવ વિજેતા બન્યા હતા. હવે રુપોલી વિધાનસભા પણ અપક્ષને ફાળે ગઇ છે. તેમણે જનતાદળ યુનાઇટેડ યુનાઇટેડના કલાધર મંડલ અને રાષ્ટ્રીય જનતાદળની બીમા ભારતને પરાજય આપ્યો છે. રાજપૂત સમાજમાંથી આવતા વિજેતા અપક્ષ ઉમેદવાર શંકરસિંહની ગણતરી બાહુબલી નેતાઓમાં થતી રહી છે.

બિહારમાં અપક્ષ ઉમેદવાર લાલુ અને નિતિશના પક્ષને ભારે પડયા, જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું 2 - image

 શંકરસિંહ રુપોલી વિધાનસભા વિસ્તારનો ખૂબ જાણીતો ચહેરો છે. એક સમયે તેઓ લોકજનશકિત પાર્ટીના એમએલએ પણ રહી ચુકયા છે. એવું પણ માનવામાં આવે છે કે શંકરસિંહ એક સમયે લિબરેશન આર્મી નામનું ગુ્પ ચલાવતા હતા. આ દરમિયાન બીમાભારતીના પતિ અવધેશમંડલના ગુ્રપ સાથે સંઘર્ષ થતો હતો. બંને વચ્ચે ખૂબ લાંબા સમય સુધી અદાવત રહી છે. 

શંકરસિંહની રાજનીતિમાં વર્ષ ૨૦૦૦માં એન્ટ્રી થઇ હતી. ૨૦૦૫માં લોજપાની ટિકિટ પર પ્રથમ વાર રુપૌલીની વિધાનસભા બેઠક જીત્યા હતા. જો કે કોઇને સ્પષ્ટ બહુમતિ ના મળતા બિહારમાં નવી સરકારનું ગઠન થઇ શકયું ન હતું. ૬ મહિના પછી ફરી ચુંટણી આવી પડી હતી. આ ચુંટણીમાં બીમાભારતીએ શંકરસિંહને હરાવી દીધા હતા.

 ત્યાર પછી શંકરસિંહ વર્ષ ૨૦૧૦ ,૨૦૧૫ અને ૨૦૨૦માં સતત ચુંટણી લડયા પરંતુ સફળતા મળી ન હતી. આટલી હાર ખમ્યા પછી તાજેતરમાં યોજાયેલી પેટા ચુંટણીમાં જીત મળી છે. આથી એક સમયના બાહુબલી શંકરસિંહની જીતનું મહત્વ ખૂબ વધી જાય છે. તેમણે જેડીયુના ઉમેદવારને ૮૨૧૧ મતોથી પરાજય આપ્યો છે.આરજેડીની બીમાભારતી ત્રીજા ક્રમે રહી છે.



Google NewsGoogle News