Get The App

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે બંગાળ ફરી ભળકે બળ્યું, પોલીસ સ્ટેશનને આગચંપી કરાઈ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે બંગાળ ફરી ભળકે બળ્યું, પોલીસ સ્ટેશનને આગચંપી કરાઈ 1 - image


West Bengal News | પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં એક ૧૦ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર રેપ બાદ હત્યા કરી દેવાઇ હોવાના દાવા વચ્ચે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસ આઉટપોસ્ટને આગ લગાવી દીધી હતી અને વાહનોમાંં ભારે તોડફોડ કરી હતી. ગ્રામજનોનો આરોપ છે કે કોલકાતાની આરજી કર હોસ્પિટલના કેસમાં પોલીસે જે નબળી કાર્યવાહી કરી તેવુ જ આ મામલામાં જોવા મળ્યું છે.

ગ્રામજનોનું કહેવુ છે કે બાળકી શુક્રવારથી ગૂમ હોવા છતા પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં નહોતી આવી. જયાનગર વિસ્તારમાં શનિવારે સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા અને નજીકની પોલીસ આઉટપોસ્ટ પહોંચ્યા હતા જ્યાં આગ લગાવી, પોલીસ જવાનો પર પથ્થરમારો કર્યો તેમજ વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. ટોળાને વિખેરવા માટે મોટી સંખ્યામાં અન્ય પોલીસ જવાનોને ખડકવામાં આવ્યા હતા અને આંસુ ગેસના શેળ છોડાયા હતા.

એક સ્થાનિકે જણાવ્યું હતું કે બાળકીના પરિવારે અગાઉ જ ગૂમ હોવાની ફરિયાદ આ પોલીસ આઉટપોસ્ટમાં કરી હતી. જોકે તેમ છતા કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવી. કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ જે પ્રકારની કાર્યવાહી કરી તે જ પ્રકારનું વલણ આ મામલામાં પણ જોવા મળ્યું. જ્યાં સુધી તમામ અપરાધીઓને પકડીને આકરી સજા આપવામાં ના આવે ત્યાં સુધી અમે ધરણા કરતા રહીશું. જે પણ લોકોએ ફરિયાદ બાદ કાર્યવાહી પર ધ્યાન નથી આપ્યું તેની સામે પગલા લેવાની પણ માગણી કરીએ છીએ. પોલીસ પ્રશાસનની ભૂલને કારણે જ બાળકીનું મોત થયું છે. કેન્દ્રીય મંત્રી તેમજ બંગાળ ભાજપ પ્રદેશ પ્રમુખ સુકાંતા મજુમદારે કહ્યું હતું કે બંગાળમાં મહિલાઓ સુરક્ષીત નથી, મમતા બેનરજીએ રાજીનામુ આપવું જોઇએ. જ્યારે ટીએમસીના નેતા કુનાલ ઘોષે કહ્યું હતું કે આ જઘન્ય અપરાધમાં સામેલ લોકોને આકરી સજા અપાશે. લોકોએ ભાજપ અને ડાબેરીઓની જાળમાં ના ફસાવવું જોઇએ.


Google NewsGoogle News