'કરવા ચૌથે વ્રત ન રાખવું ક્રૂરતા ન ગણાય...' પતિ-પત્નીના વિવાદમાં દિલ્હી હાઈકોર્ટનું નિવેદન

હાઈકોર્ટે કહ્યું કે આ વ્યક્તિગત પસંદગીનો મામલો, તેની લગ્ન સંબંધો પર અસર ન થવી જોઇએ

જોકે કોર્ટે તલાકની અરજી મંજૂર કરવાનો ફેમિલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો કેમ કે....

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
'કરવા ચૌથે વ્રત ન રાખવું ક્રૂરતા ન ગણાય...' પતિ-પત્નીના વિવાદમાં દિલ્હી હાઈકોર્ટનું નિવેદન 1 - image


Delhi High Court News | દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક આદેશમાં કહ્યું કે કડવા ચૌથે વ્રત ન રાખવું વ્યક્તિગત પસંદગીનો મામલો છે તેને ક્રૂરતા ન ગણી શકાય. કોર્ટે કહ્યું કે તેની લગ્ન સંબંધો પર કોઈ અસર ન થવી જોઈએ. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે અલગ અલગ ધાર્મિક માન્યતા રાખવી અને અમુક ધાર્મિક કર્તવ્યોનું પાલન ન કરવું ક્રૂરતા નથી. 

કોર્ટે તલાક મંજૂર કર્યા 

જોકે કોર્ટે આ મામલે પતિ તરફથી દાખલ તલાકની અરજીને ફેમિલી કોર્ટ દ્વારા માન્યતા આપવાના ચુકાદાને યથાવત્ રાખ્યો. કેમ કે કોર્ટે તમામ તથ્યો પર વિચાર્યા બાદ નોંધ લીધી કે પત્ની તેના પતિ કે લગ્ન પ્રત્યે કોઈ સન્માન ધરાવતી નહોતી. હાઈકોર્ટે એક મહિલાની અપીલને ફગાવતાં આ ટિપ્પણી કરી હતી જેણે ક્રૂરતાના આધારે છૂટાં પડી ચૂકેલા પતિને તલાક આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. 

મામલો શું હતો? 

ખરેખર તો બંને (પતિ અને પત્ની) ના લગ્ન વર્ષ 2009 માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 2011 માં થયો હતો. જોકે પતિએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના લગ્નની શરૂઆતથી પત્નીનું વર્તન ઉદાસીન હતું અને તેને તેની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં કોઈ રસ નહોતો. અન્ય કેટલાક કારણો ઉપરાંત પતિએ કોર્ટને એ પણ જણાવ્યું કે 2009માં કરવાચૌથના દિવસે પત્ની તેના પર ફક્ત એટલા માટે ગુસ્સે થઈ ગઈ કેમ કે તેણે ફોનનો રિચાર્જ નહોતો કરાવ્યો. આ કારણે તેણે પતિ માટે ઉપવાસ પણ નહોતો રાખ્યો. 

પતિએ મૂક્યો મોટો આરોપ 

તેના પતિએ એવો પણ આરોપ મૂક્યો કે એપ્રિલમાં જ્યારે મને સ્લિપ ડિસ્કની સમસ્યા થઈ ત્યારે મારી પત્નીએ મારી કાળજી લેવાને બદલે કપાળમાંથી સિંદૂર ભૂસી કાઢ્યો હતો, બંગડીઓ પણ તોડી નાખી અને સફેદ સૂટ પહેરી લીધો. પછી તેણે જાહેર કરી દીધું કે તે વિધવા થઈ ગઈ છે. કોર્ટે તમામ તથ્યોને ધ્યાનમાં લીધા અને કહ્યું કે 'પત્નીનું વર્તન તેમજ હિંદુ સંસ્કૃતિમાં પ્રચલિત રિવાજોનું પાલન ન કરવાનો તેનો નિર્ણય, જે પતિ માટે પ્રેમ અને આદરનું પ્રતીક છે, તે નિષ્કર્ષને સમર્થન આપે છે કે તેને તેના પતિ પ્રત્યે કોઈ સન્માન નથી. 


Google NewsGoogle News