Get The App

ભાજપને જોરદાર ઝટકો, કદાવર નેતા પાર્ટીનો સાથ છોડી દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં જોડાયા

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
ભાજપને જોરદાર ઝટકો, કદાવર નેતા પાર્ટીનો સાથ છોડી દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં જોડાયા 1 - image


Image: X

Delhi Assembly Elections 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્ય દળો દ્વારા નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાનો સિલસિલો ચાલુ છે. તાજેતરના મામલામાં આમ આદમી પાર્ટીએ ભાજપની વધુ એક વિકેટ પાડી છે. પટેલ નગર વિધાનસભા બેઠક પર જાટવ સમાજના મોટા ચહેરા પ્રવેશ રતન બુધવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા.

મનીષ સિસોદિયાએ પ્રવેશ રતનનું આપમાં સ્વાગત કર્યું

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પ્રવેશ રતનને પાર્ટી જોઈન કરાવી. આ દરમિયાન તેમણે કહ્યું કે પ્રવેશ રતને અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે.

AAPની રેવડીઓથી ગરીબ સમાજની જીવનશૈલીમાં આવ્યું પરિવર્તન 

આમ આદમી પાર્ટી જોઈન કર્યાં બાદ પ્રવેશ રતને કહ્યું, 'દિલ્હીમાં આપ સરકાર શિક્ષણ સહિત તમામ બાબતોને લઈને શાનદાર કામ કરી રહી છે. હું અરવિંદ કેજરીવાલના 2 કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યો છું. કેજરીવાલની 6 રેવડીઓથી જાટવ અને ગરીબ સમાજની જીવનશૈલીમાં મોટું પરિવર્તન આવ્યું છે. આને વધુ આગળ વધારવાને લઈને આપણે મળીને કામ કરીશું.'

આ દરમિયાન દુર્ગેશ પાઠકે કહ્યું, અરવિંદ કેજરીવાલના દિશાનિર્દેશોમાં આમ આદમી પાર્ટી સરકાર બાબા સાહેબના સ્વપ્નોને સાકાર કરી રહી છે. આપની સરકારના કાર્યોથી ગરીબ અને જાટવ સમાજને ખૂબ લાભ પહોંચ્યો છે. આપની સરકારના સામાજિક કલ્યાણના કાર્યો અને કેજરીવાલની વિચારધારાથી પ્રભાવિત થઈને આજે જાટવ સમાજના મોટા ચહેરા અને ભાજપ નેતા પ્રવેશ રતન આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે.'

ભાજપની ટિકિટ પર લડી ચૂક્યા છે ચૂંટણી

પ્રવેશ રતન લગભગ 20 વર્ષથી ભાજપમાં હતા. તે પટેલ નગર વિધાનસભા બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં પ્રવેશ રતનને આ બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. 

પટેલ નગર બેઠક પર રસપ્રદ થઈ શકે છે મેચ

ઉલ્લેખનીય છે કે આ બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલા અને દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજકુમાર આનંદ પણ જાટવ સમાજથી આવે છે. તે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. તે ભાજપથી પટેલ નગર બેઠક પર ચૂંટણી લડી શકે છે. તેનાથી આપના પ્રવેશ રતન અને ભાજપના રાજકુમાર આનંદની વચ્ચે મેચ રસપ્રદ થઈ શકે છે.

આ પહેલા 4 નવેમ્બરે ભાજપને મોટો ઝટકો આપતાં લક્ષ્મી નગર બેઠકથી ભાજપ નેતા બીબી ત્યાગી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તે ભાજપથી મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા છે અને લક્ષ્મી નગર વિધાનસભા બેઠકથી ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.


Google NewsGoogle News