Get The App

70 વર્ષમાં ભારત અને મ્યાનમારમાં બહુસંખ્યકની વસતી ઘટી, જ્યારે લઘુમતીઓની વધી, રિપોર્ટમાં દાવો

167 દેશોમાંથી માત્ર ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તી ઘટી

ઇએસી-પીએમ દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં દાવો કરાયો

Updated: May 9th, 2024


Google NewsGoogle News
70 વર્ષમાં ભારત અને મ્યાનમારમાં બહુસંખ્યકની વસતી ઘટી, જ્યારે લઘુમતીઓની વધી, રિપોર્ટમાં દાવો 1 - image


Population Report : ઇએસી-પીએમ દ્વારા પ્રકાશિત એક વર્કિગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી (હિંદુ) ધરાવતા 1950 થી 2015  સુધીમાં 7.82 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે. વર્કિગ પેપરમાં જણાવ્યા અનુસાર 167 દેશોમાં ભારત અને મ્યાંમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો થયો છે. મ્યાંમારમાં બહુસંખ્યકની વસ્તી 10 ટકા જેટલી ઘટી છે. 1950 માં મુસ્લિમ આબાદી 9.84 ટકા હતી જે વધીને 14.09 થઇ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ પેપર સલાહકાર ઇએસી -પીએમ અપૂર્વકુમાર મિશ્રા અને ઇએસી -પીએમ પ્રોફેશનલ અબ્રાહમ જોસ દ્વારા લખવામાં આવ્યું છે. આ વર્કિગ પેપર માટે 2019માં એસોસિએશન ઓફ રિલિજન ડેટા આર્કાઇવ્સ (એઆરડીએ) દ્વારા પ્રકાશિત સ્ટેટસ ડેટાસેટ પ્રોજેકટની ધાર્મિક વિશેષતાઓ-જનસાંખ્યિકી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પાકિસ્તાન,બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાઇ પાડોશી દેશોની પરીસ્થિતિ જોતા ઉલ્લેખનીય છે જેમાં બહુસંખ્યક આબાદીમાં વધારો થયો છે જયારે અલ્પસંખ્યકની આબાદી ચિંતાજનક રીતે વધી છે.


Google NewsGoogle News