વાહ રે સરકારી કામ : 24 કલાકમાં કરોડોના ખર્ચે બાંધવામાં આવેલો તરતો પુલ પાણીમાં તણાઈ ગયો

સરકારે કહ્યું તેનું T પોઈન્ટ તૂટી ગયું હતું : 24 કલાકમાં તેનું રિપેરિંગ થઇ જશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
વાહ રે સરકારી કામ : 24 કલાકમાં કરોડોના ખર્ચે બાંધવામાં આવેલો તરતો પુલ પાણીમાં તણાઈ ગયો 1 - image


Visakhapatnam Bridge news |  આંધ્ર પ્રદેશની એક આશ્ચર્યજનક ખબર આવી છે. વિશાખાપટ્ટનમ્માં એક ફ્લોટિંગ બ્રિજનું ઉદ્ધાટન શાસક પક્ષ વાય.એસ.આર.સી.પી.ના સાંસદ વાય-વી.સુબ્બા રેડ્ડીએ કર્યું હતું, તે બ્રિજ 24 કલાકમાં જ પાણીમાં તણાઈ ગયો. આ બ્રીજ બનાવવામાં 1.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જો કે આ સારીવાત તે છે કે આ ઘટનામાં કોઇનું નિધન થયું ન હતું.

વાસ્તવમાં આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો. પરંતુ માત્ર 24 કલાકમાં જ તે ખતમ થઇ જતાં વિપક્ષોએ વિધાનસભામાં અને બહાર પણ ભારે હંગામા મચાવી દીધા હતા. ગૃહના વિપક્ષી નેતા, એન.ચંદ્રાબાબુ નાયડુએ લોકોના જાન જોખમમાં નાખવાનો સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો. તેઓએ પોતાનાં X હેન્ડલ ઉપર લખ્યું કે જગન રેડ્ડીનાં દરેક કાર્યો ભ્રષ્ટાચારથી જ ભરેલાં છે. પરંતુ હવે ભ્રષ્ટાચારનો ભાર એટલો વધી ગયો છે કે તે સહન થઇ શકે તેમ નથી. તેનું આ તરતો પૂલ દેખીતું ઉદાહરણ છે. ૨૪ કલાકમાં જ આ તરતો પૂલ જે બધા માટે અનુકુળ કહેવાતો હતો, તે (પાણીમાં) ખેંચાઈ ગયો.

જો કે સરકારે ગૃહમાં એવો જવાબ આપ્યો હતો કે પૂલનું  T પોઇન્ટ બ્રિજથી છુટું પડી જતાં આ ઘટના સર્જાઈ હતી. આશ્વાસનની વાત તે છે કે પૂલ તૂટયો તે સમયે પૂલ ઉપર કોઈ ઉપસ્થિત ન હતું. પરંતુ વહેલામાં વહેલી તકે આશરે ૨૪ કલાકમાં જ પૂલનું સમારકામ થઇ જશે.


Google NewsGoogle News