Get The App

જયારે 1958માં પીએમ નેહરુે ખચ્ચર અને યાક પર બેસી ભૂટાનનો પ્રવાસ કર્યો, ચીનના પેટમાં તેલ રેડાયું હતું

૧૮ દિવસનો પ્રવાસ છતાં ઓકસીજન સિલિન્ડરની જરુર પડી ન હતી.

ઓલ ઇન્ડિયા રેડિયો પર સાંજે પ્રસારિત થતા સમાચાર સાંભળતા હતા

Updated: Dec 22nd, 2022


Google NewsGoogle News
જયારે 1958માં પીએમ નેહરુે ખચ્ચર અને યાક પર બેસી ભૂટાનનો પ્રવાસ કર્યો, ચીનના પેટમાં તેલ રેડાયું હતું 1 - image


નવી દિલ્હી,22 ડિસેમ્બર,2022,ગુરુવાર 

ચીનની દાદાગીરીના પગલે માન સરોવરના યાત્રાળુઓએ સિકિકમ સરહદે આવેલા નાથુલા બાયપાસથી જવું પડે છે. આ જ નાથુલા બાયપાસથી ઇસ ૧૯૫૮માં  ભારતના વડાપ્રધાન જવાહલાલ નહેરુ ખચ્ચર પર બેસીને વાયા તિબેટ થઇને ભુટાનનો પ્રવાસ કર્યો હતો. તેમની સાથે પ્રવાસમાં પુત્રી ઇન્દિરા ગાંધી પણ જોડાયા હતા. 

જવાહર લાલ નેહરુએ ૧૫ ઓકટોબર ૧૯૫૮માં ગંગટોકના ચીફ મિનિસ્ટરના પત્રમાં કરેલા યાત્રાના વર્ણન મુજબ ખચ્ચર પરની આ યાત્રા બે અઠવાડિયાથી વધુ સમય ચાલી હતી. અમે ખચ્ચર પર બેસીને વધુને વધુ ઉંચાઇ પર જઇ રહયા હતા.અમારી સાથે ડૉકટરની ટીમ અને ઓકિસજનના સિલિન્ડર પણ હતા. જો કે સમ્રગ પ્રવાસ દરમિયાન મારે ઓકિસજનના એક પણ બાટલાનો ઉપયોગ કરવો પડયો ન હતો. ભુટાનની સરકારે અમારી ખૂબજ ચિંતા કરીને રસ્તામાં સુવિધા ઉભી કરી હતી.

જયારે 1958માં પીએમ નેહરુે ખચ્ચર અને યાક પર બેસી ભૂટાનનો પ્રવાસ કર્યો, ચીનના પેટમાં તેલ રેડાયું હતું 2 - image

 પી એમ નેહરુ માટે ગંગટોક છોડયા પછી પ્રવાસમાં કોમ્યુનિકેશનનું એક માત્ર માઘ્યમ વાયરલેસ હતું. જેમાં દિલ્હીથી અગત્યના મેસેજ મળતા હતા.નેહરુએ કશુંક મહત્ત્વનું હોયતો જ વાયરલેસ સંદેશ મોકલવો એવી સૂચના આપી હતી.પ્રવાસ દરમિયાન નેહરુ અને તેમની ટીમ  ઓલ ઇન્ડિયા રેડિયો પર સાંજે પ્રસારિત થતા ન્યુઝ સાંભળતા હતા.

નેહરુએ નોધ્યું કે તિબેટ જંગલ વગરનો સપાટ વિસ્તાર જયારે નાથુલા પાસ તરફનો વિસ્તાર ગાંઢ જંગલોથી ભરેલો છે. ચુમ્બાવેલીના લોકો પણ હિમાલયન શ્રેણીની ભાષા બોલે છે.નાથુલા બાયપાસમાં ભારત તરફની સાઇડમાં રોડ બનાવવાનું કામ ચાલું છે.તેને ભારતના એન્જિનિયરો સુંદર રીતે પાર પાડી રહયા છે. તિબ્બતના લ્હાસામાં ચીનના જનરલ ઇન કમાન્ડ, દલાઇલામા અને પંચમલામાને મળ્યા હતા. 

 ચુમ્બીઘાટી વિસ્તારમાં પણ ઇન્ડિયા હાઉસ હતું  

જયારે 1958માં પીએમ નેહરુે ખચ્ચર અને યાક પર બેસી ભૂટાનનો પ્રવાસ કર્યો, ચીનના પેટમાં તેલ રેડાયું હતું 3 - image

ભારતનો નાથુલા બાયપાસ સિકિકમ અને દક્ષિણ તિબ્બતને ચુબ્બીઘાટી સાથે જોડે છે.આ ચુમ્બીઘાટી વિસ્તારને ચીન પોતાનો ગણાવે છે.આ ઘાટીમાં આવેલા યાતૂંગ નગરમાં એક સમયે ભારતના ટ્રેડ એજન્ટની ઓફિસ અને નિવાસસ્થાન હતું.તેને ઇન્ડિયા હાઉસ કહેવામાં આવતું હતું. આ ઇન્ડિયા હાઉસમાં નહેરુ ભુટાન જતા અને આવતા બે દિવસ રોકાયા હતા.

ચીને ભારતની તિબેટમાં હાજરી હતી તેનો ઇતિહાસ ભુલાવી દેવા માટે આ સ્મારકનું નામોનિશાન મિટાવી દિધું છે. નેહરુએ નોંધ્યું છે કે યાતુંગના માર્કેટમાં મોટા ભાગની દુકાનો ભારતીયોની હતી. એવું માનવામાં આવે છે કે નેહરુની આ તિબેટ મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ચીને હિંદી ચીની ભાઇ ભાઇના નારા લગાવીને 1962માં ભારત પર હુમલો કર્યો હતો. 


Google NewsGoogle News