Get The App

પાકિસ્તાનના રાજકારણમાં મોટો વળાંક, ઈમરાન ખાન વડાપ્રધાન બને તેવા સંકેત, આર્મીએ મૂકી શરત

પાકિસ્તાન ચૂંટણીના પરિણામોને એક સપ્તાહ વિતવા છતાં સરકાર બનાવવાની મથામણ યથાવત્

પાકિસ્તાન સેનાએ ઈમરાનને મળી વડાપ્રધાન બનવાની ઓફર આપી, પણ વાત ન બની

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના રાજકારણમાં મોટો વળાંક, ઈમરાન ખાન વડાપ્રધાન બને તેવા સંકેત, આર્મીએ મૂકી શરત 1 - image

Pakistan PM Candidate : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહનો સમય વિતવા છતાં સરકાર બનાવવાની માથાકૂટ હજુ પણ યથાવત્ છે. એકતરફ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવા તૈયારી કરી લીધી છે, તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ઉમર અયુબનું નામ આગળ ધર્યું છે. 

ઈમરાને અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતારી 93 બેઠકો જીતી

આ વખતની ચૂંટણીમાં ઈમરાન ખાન (Imran Khan)ના પક્ષને ચિહ્ન અપાયું ન હતું, જેના કારણે તેમણે અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને સૌને વધુ 93 બેઠકો જીતી છે. જ્યારે બીજા નંબરે નવાઝ શરીફ (Nawaz Sharif)ની પાર્ટીએ 75 બેઠકો, ત્રીજા નંબરે પીપીપીએ 54 બેઠકો જીતી છે.

સેનાએ શરત સાથે ઈમરાનને પીએમ બનવાની ઓફર કરી

વડાપ્રધાન પદની રસાકસી વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, સેના (Pakistan Army)ની સહમતી બાદ શાહબાજ શરીફ (Shahbaz Sharif)ને જ વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે નવાઝ શરીફ પણ રાજી થઈ ગયા છે, તેથી PML-N અને PPP ગઠબંધન બનાવી રહી છે. તો બીજીતરફ ઈમરાન ખાનની પાર્ટીએ પણ ગેમ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સમાચારપત્ર ‘ધ ન્યૂઝ’ના અહેવાલો મુજબ સેનાએ ઈમરાન ખાનનો સંપર્ક કરી વડાપ્રધાન બનવાની ઓફર કરી છે. સેનાએ એવી શરત મુકી છે કે, ઈમરાન 9 મેની હિંસા મામલે માફી માંગે અને સેના વિરુદ્ધ કોઈપણ ઘટના કે નિવેદન બાજી નહીં કરે.


Google NewsGoogle News