Get The App

દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રના નાગપુરમાં તૂટ્યો ધગધગતી ગરમીનો રેકોર્ડ, પારો 56 ડિગ્રીને પાર

Updated: May 31st, 2024


Google NewsGoogle News
દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રના નાગપુરમાં તૂટ્યો ધગધગતી ગરમીનો રેકોર્ડ, પારો 56 ડિગ્રીને પાર 1 - image


Nagpur Temperature : હાલ દેશના ઘણા રાજ્યોમાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ઘણા રાજ્યોમાં લોકો બળબળતી ગરમીના કારણે તોબા પોકારી ઉઠ્યા છે. ચોમાસું શરૂ થવાને પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમ છતા રાજસ્થાન, દિલ્હી અને મહારાષ્ટ્રમાં તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. થોડા દિવસ પહેલા રાજસ્થાનના ચુરુમાં ગરમીએ 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, તો દિલ્હીના મુંગેશપુરમાં ધગધગતી ગરમીનો ચમકારો જોવા મલ્યો હતો, ત્યારે મહારાષ્ટ્રના નાગપુરની ગરમીએ મુંગેશપુરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં 30મીએ મહત્તમ તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.

નાગપુર આગની ભઠ્ઠીમાં ફેરવાયું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંગેશપુરીમાં મંગળવારે (28 મે) 52.9 તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનના ચુરુમાં તે જ દિવસે 50.5 અને ગંગાનગરમાં 49.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે 56 ડિગ્રી નોંધાયા બાદ નાગપુર આગની ભઠ્ઠીમાં તબદીલ થઈ ગયું છે. બળબળતી ગરમીના કારણે ઘણા લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત લૂ અને હિટસ્ટ્રોકની પણ ઘટનાઓ ચાલુ છે. લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આખરે આટલી બધી ગરમી કેમ પડી રહી છે.

દિલ્હીમાં 52.9 ડિગ્રી નોંધાતા તપાસના આદેશ

બીજીતરફ ભારતીય હવામાન વિભાગ (IMD) પણ અસહ્ય ગરમીથી ચિંતિત થઈ છે. દિલ્હીમાં તાપમાન 52.9 ડિગ્રી પર પહોંચી જતા આઈએમડીએ તપાસના આદેશ આપ્યા હતા. હવે નાગપુરમાં પણ તપાસ ચાલી રહી છે કે, હવે નાગપુરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું કોઈ ભૂલ થઈ છે. નાગપુરમાં હવામાન વિભાગના મથકોમાંથી બેમાં અસામાન્ય રીતે 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન રેકોર્ડ કરાયું છે, જે દિલ્હીના રેકોર્ડ કરતા વધુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, નાગપુરના ઉત્તર અંબાઝારી રોડ પર, રામદાસપેઠ ખાતે PDKVના 24-હેક્ટર ખુલ્લા કૃષિ ક્ષેત્રની મધ્યમાં નાગપુર AWSમાં 56 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


Google NewsGoogle News