ગુજરાતમાં માવઠાની અને રાજસ્થાન સહિત ચાર રાજ્યમાં શીત લહેરની હવામાન વિભાગની ચેતવણી

ધુમ્મસના કારણે ઉત્તર ભારતની અનેક ટ્રેનોના શેડ્યુલ ખોરવાયા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં માવઠાની અને રાજસ્થાન સહિત ચાર રાજ્યમાં શીત લહેરની હવામાન વિભાગની ચેતવણી 1 - image


IMD Weather Forecast : હાલ મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતમાં માવઠાની તો રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં શીત લહેરની આગાહી કરી છે. ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ અસહ્ય ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં આજે કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે, જ્યારે ત્રણ દિવસ 7થી 9 જાન્યુઆરી સુધી શીત લહેરની આગાહી કરી છે.

14 રાજ્યોમાં ધુમ્મસની સ્થિતિ

ઉપરાંત અન્ય 14 રાજ્યોમાં ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને ઓડિશા તેમજ ઉત્તર-પૂર્વમાં આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસની ચેતવણી અપાઈ છે. જ્યારે કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

દિલ્હીમાં 22 ટ્રેનોને અસર, સ્કુલોની રજા લંબાવાઈ

ધુમ્મસના કારણે રાજધાની દિલ્હીમાં આજે 22 ટ્રોનમાં 1 કલાકથી 6 કલાક સુધી વિલંબ થયો છે, જેમાં સૌથી વધુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારથી આવતી ટ્રેનો પ્રભાવિત થઈ છે. અસહ્ય ઠંડીને ધ્યાને રાખી દિલ્હીમાં ધોરણ-1થી 5માં રજાઓ 12 જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ છે.

8 રાજ્યમાં સામાન્ય વરસાદની વકી

આઈએમડીની આગાહી મુજબ 8 જાન્યુઆરીથી ઉત્તર-પૂર્વ ભારતમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી 8 અને 9 જાન્યુઆરીએ સામાન્ય વરસાદ પડી શકે છે. મધ્ય ભારતની વાત કરીએ તો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં સોમવારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.

ઉત્તર પ્રદેશ : સોમવારે મુશળધાર વરસાદ અને કરા પડવાની શક્યતા

ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરાઈ છે. સોમવારેથી ગુરુવાર 4 દિવસ સુધી મુશળધાર વરસાદ અને કરા પડવાની આગાહી કરાઈ છે. રાજ્યના સુલ્તાનપુરમાં શનિવારે વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મુઝફ્ફરનગરમાં કડકડકતી ઠંડી પડી રહી છે.


Google NewsGoogle News