Get The App

VIDEO: ધુમ્મસનો કેર, UP-રાજસ્થાનમાં 9 અકસ્માત, 55 વાહન અથડાયા, 8 મોત, 110 ફ્લાઈટ લેટ

આગરા-ફિરોઝાબાદ હાઈવે પર 15, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર 25 વાહન એકબીજાને અથડાતા ભયનો માહોલ

દિલ્હીમાં રેડ એલર્ટ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત 14 રાજ્યમાં પણ ગાઢ ધુમ્મસ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
VIDEO: ધુમ્મસનો કેર, UP-રાજસ્થાનમાં 9 અકસ્માત, 55 વાહન અથડાયા, 8 મોત, 110 ફ્લાઈટ લેટ 1 - image

નવી દિલ્હી, તા.27 નવેમ્બર-2023, બુધવાર

IMD Weather Forecast : ગાઢ ધુમ્મસ (Fog)ના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), રાજસ્થાન (Rajasthan) સહિતના રાજ્યોમાં ભારે કહેર જોવા મળી રહ્યો છે અને રેલવે, ફ્લાઈટો રસ્તાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી (Delhi)ના પાલમમાં બુધવારે સાંજે 7 કલાકે 50 મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હોવાના કારણે 110 ફ્લાઈટો મોડી પડી. જ્યારે 2 ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે, તો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસનો ગંભીર સામનો કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ-રાજસ્થાનમાં 9 અકસ્માતો થયા

ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે રાત્રીથી બુધવારે સવાર સુધીમાં 9 અકસ્માતો થયા છે. આમાંથી ઉત્તરપ્રદેશમાં 6 અને રાજસ્થાનમાં 3 ઘટનાઓ બની છે. અક્સમાતોમાં કુલ 55 વાહનો અથડાયા છે, જેમાં 8 લોકોના મોત અને 49 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર 25 વાહનો એકબીજાને અથડાયા

ઉત્તરપ્રદેશના બુધવારે સવારે આગરા-ફિરોજાબાદ હાઈવે પર 15 વાહનો ટકરાયા છે, જેમાં 1નું મોત અને 6 ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર 25 વાહનો એકબીજાને અથડાયા છે, જેમાં 5 લોકોના મોત થયા છે. મેરઠમાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થયું છે. ઉન્નાવમાં મંગળવારે મોડી રાતે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર 6 વાહનો એકબીજાને અથડાયા, જેમાં 1નું મોત, 16ને ઈજા થઈ છે. 

મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 14 રાજ્યોમાં એલર્ટ

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMDએ મધ્યપ્રદેશમાં 30 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે. ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી આગામી 4 દિવસ એટલે કે 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે. આ રાજ્યોમાં વિઝિબિલિટી રેંજ 50 મીટરે પહોંચવાની સંભાવના છે.

દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં વરસાદ પડવાની પણ આગાહી કરે છે. IMDએ જણાવ્યું કે, કેરળ, માહે, તમિલનાડુ, પુન્ડુચોરી, કરાઈકલ અને લક્ષદ્વીપમાં આજથી આગામી 30 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નવા વર્ષે વરસાદની સંભાવના

હવામાન નિષ્ણાતોના મત મુજબ વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ થશે, જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને તમિલનાડુમાં વાદળછાયા વાતાવરણ ઉપરાંત વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર 2 જાન્યુઆરી સુધી રહેશે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.


Google NewsGoogle News