ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના આ રાજ્યમાં રેડ એલર્ટ, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
Weather Update: ભારતીય હવામાન વિભાગે આજે દેશભરમાં હવામાન કેવું રહેશે તે અંગે અપડેટ જાહેર કર્યું છે. IMDની આગાહી અનુસાર, આજે (23મી જુલાઈ) ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રમાં 24મી જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં 24મી જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 25મી અને 26મી જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 23મી અને 24મી જુલાઈએ મધ્યપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં સૌથી વધુ, આ જિલ્લામાં એલર્ટ
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 23મી જુલાઈએ અને રાજસ્થાનમાં 23મી અને 24મી જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 26મી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. પંજાબ અને હરિયાણામાં 24મી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન એજન્સીએ ઉત્તર પ્રદેશમાં 26મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.