મેઘરાજાના આગમન માટે થઈ જાઓ તૈયાર: IMDએ કરી આગાહી, જાણો હિટવેવથી ક્યારેય મળશે રાહત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
મેઘરાજાના આગમન માટે થઈ જાઓ તૈયાર: IMDએ કરી આગાહી, જાણો હિટવેવથી ક્યારેય મળશે રાહત 1 - image


Mansoon Update: દેશના અનેક ભાગોમાં ભારે ગરમી અને લૂના કારણે જનજીવન ખૂબ અસ્તવ્યસ્ત છે. છેલ્લા બે દિવસથી રાજસ્થાનના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે નોંધાઈ રહ્યું છે. રાજ્યનો ફલોદી જિલ્લો  51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યો હતો, જિલ્લામાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. આ સાથે દિલ્હી, યુપી અને બિહાર સહિત ઘણા રાજ્યો ગરમીની લપેટમાં છે. એટલું જ નહીં જો પહાડોની વાત કરીએ તો જમ્મુમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે અને હિમાચલના ઉનામાં પણ તાપમાન 44 ડિગ્રી પર પહોંચી ગયું છે. પરંતુ તેની હવામાન વિભાગે ખૂબ જ સારા સમાચાર આપતા કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું દેશમાં દસ્તક આપી રહ્યું છે. 

આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે

ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ 4% ની મોડલ ત્રુટિ સાથે લાંબા ગાળાની સરેરાશના 106% થવાની સંભાવના છે. આમ, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે." 

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળમાં પહોંચશે

IMDનું કહેવું છે કે, આગામી 5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ  કેરળમાં પહોંચશે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. 

IMD એ ગુરુવારથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી છે, કારણ કે અલ નીનો સ્થિતિ તટસ્થ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં ગઈકાલે રાત્રે ચક્રવાત રામલ ત્રાટક્યા બાદ દરિયાકાંઠાના બંગાળમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલ સુધી ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદ પડશે. હરિકેન રેમાલ આ સિઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું પ્રથમ ચોમાસા પૂર્વેનું ચક્રવાત છે.


Google NewsGoogle News