ચોમાસાની વિદાય પહેલા આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગની 5 દિવસની આગાહી

આગામી 5 દિવસમાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
ચોમાસાની વિદાય પહેલા આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગની 5 દિવસની આગાહી 1 - image

નવી દિલ્હી, તા.28 સપ્ટેમ્બર-2023, ગુરુવાર

રાજસ્થાન (Rajasthan)ના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ઉત્તર પશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાના વિદાય અંતિમ તબક્કામાં છે... જોકે ઉત્તર પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં હાલ વરસાદની પરિસ્થિતિ અનુકુળ જોવા મળી રહી છે. હવામાન વિભાગ (IMD Forecast)ની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર સુધી મ્યાંમારના દરિયા કાંઠાથી દુર પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર નીચા દબાણનું ક્ષેત્ર રહેવાની સંભાવના છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આગામી પાંચ દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત તમિલનાડુમાં 29 સપ્ટેમ્બરથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

પૂર્વ ભારતમાં 29-30 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

લો પ્રેશર એરિયાની અસરને કારણે 29 તારીખથી પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.  ઓડિશામાં 29 સપ્ટેમ્બરે જ્યારે ઓડિશા, છત્તીસગઢ અને દક્ષિણ ઝારખંડમાં 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ આ રાજ્યોમાં એક એક્ટોમ્બરે પણ વરસાદની આગાહી છે.

પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 30 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની પાસેના પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉપારંત પૂર્વ ભારતમાં 29 સપ્ટેમ્બર, 28મીએ કોંકણ વિસ્તારમાં ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.

આંદામાન માટે ઓરેન્જ એલર્ટ

આગામી 3 દિવસમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને આંદામાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. IMDએ જણાવ્યું છે કે તામિલનાડુમાં 29 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કોસ્ટલ કર્ણાટકમાં એક ઓક્ટોબર સુધી, કેરળ અને માહેમાં 28થી 30 સપ્ટેમ્બર સુધી અને આંતરિક કર્ણાટકમાં 1 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી

ગુજરાત (Gujarat)ની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક ભાગોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તો કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હોવાના અહેવાલો પણ મલ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારબાદ વાતાવરણ સુકુ રહેવાની સંભાવના છે. દરમિયાન બંગાળની ખાડીમાં અથવા અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાત પર થતી હોય છે. ત્યારે બંગાળીની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. પૂર્વ ભારતના વિસ્તારોમાં 29 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરાઈ છે, જોકે તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે જોવાનું રહેશે...


Google NewsGoogle News