બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું: એક બે નહીં 15 રાજ્યો આવી શકે છે ઝપેટમાં
IMD Cyclone Alert : ભારતીય હવામાન વિભાગે ભારે ચક્રવાતી તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ માટે વિભાગે 15 રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. વિભાગે આપેલી માહિતી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાત બની ગયું છે અને તેના કારણે દેશમાં ભારે વાવાઝોડું આવી શકે છે.
15 રાજ્યોમાં વાવાઝોડાની અસર થવાની સંભાવના
IMDએ એમ પણ કહ્યું છે કે, આ વાવાઝોડાના કારણે માત્ર એક-બે નહિ, પરંતુ 15 રાજ્યોને અસર થઈ શકે છે. તેથી સંભવિત વાવાઝોડાને ધ્યાને રાખી આ રાજ્યોના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ વાવાઝોડા પહેલા લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને માછીમારોને પણ બીચ નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના
અઠવાડિયાની અંદર વાવાઝોડુ આવવાની શક્યતા
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, વાવાઝોડુ ક્યારે આવશે, તે અંગે હાલ કોઈ તારીખ જાહેર કરાઈ નથી, પરંતુ વાવાઝોડુ અઠવાડિયાની અંદર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવું મનાઈ રહ્યું છે કે, વાવાઝોડુ એક સપ્તાહની અંદર 15 રાજ્યોમાં નાની-મોટી અસર કરી શકે છે. કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તેની આસપાસના રાજ્યોની પણ મુશ્કેલી વધી શકે છે.
આ રાજ્યોમાં જાહેર કરાયું ઍલર્ટ
IMDની માહિતી મુજબ વાવાઝોડાની સૌથી વધુ અસર દેશના દક્ષિણી રાજ્યો ખાસ કરીને કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગોવામાં અસર થઈ શકે છે. એટલું જ નહીં દેશના પૂર્વોત્તર રાજ્યોને લઈને પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પણ સામેલ છે.
આ પણ વાંચો : 'અમારી સરકાર ફરી આવે એની ગેરન્ટી નથી પણ...' નાગપુરમાં નીતિન ગડકરી કેમ આવું બોલ્યા?