Get The App

આજે દેશભરમાં OPD અને નોન-ઇમરજન્સી સેવાઓ રહેશે બંધ, IMAએ દેશવ્યાપી હડતાળની કરી જાહેરાત

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
આજે દેશભરમાં OPD અને નોન-ઇમરજન્સી સેવાઓ રહેશે બંધ, IMAએ દેશવ્યાપી હડતાળની કરી જાહેરાત 1 - image


IMA Strike Over Kolkata Rape-Murder Case : કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી હત્યા કરવામાં આવતાં 40થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ-કોલેજમાં ઘૂસીને ઈમરજન્સી વોર્ડ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતું. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોશિયને (IMA) ગઈ કાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 'આજે સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે નોન-ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવશે.' બીજી તરફ, આ સિવાય અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

આ પણ વાંચો : બંગાળમાં દુષ્કર્મ પીડિતા માટે CM મમતા રસ્તા પર ઉતર્યા, રેલી યોજી: આરોપીને ફાંસી આપવા માંગ

કઈ કઈ સેવાઓ બંધ રાખવામાં આવશે

IMAએ કહ્યું છે કે, 'આવશ્યક સેવાઓ શરુ રાખવામાં આવશે અને ઈમરજન્સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે.' IMAએ જણાવ્યું હતું કે, 'બાહ્ય રોગ વિભાગમાં (OPD) સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આચરવામાં આવેલા દુષ્કર્મ અને સ્વતંત્રતા દિવસની (બુધવારની રાત્રે) પૂર્વસંધ્યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે ભારતીય મેડિકલ એસોસિએશને આવતી કાલે (17 ઓગસ્ટ) હડતાળનું આહ્વાન કર્યું છે. જેમાં 17મી ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્ટરો 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.'

IMAએ હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી

IMAએ કહ્યું છે કે, 'ડોકટરો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અધિકારીઓનું કામ છે. IMAએ પણ કલકત્તાની હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી છે.'

આજે દેશભરમાં OPD અને નોન-ઇમરજન્સી સેવાઓ રહેશે બંધ, IMAએ દેશવ્યાપી હડતાળની કરી જાહેરાત 2 - image


Google NewsGoogle News