Get The App

IIT Jammu: અંડરવોટર વાયરલેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન તૈયાર, જાણો તે કેવી રીતે મદદ કરશે નેવીને

આ સિસ્ટમની કોમ્યુનિકેશન સ્પીડ રેડિયો ફ્રીક્વન્સી અને એકોસ્ટિક તરંગો કરતા વધુ છે

તે નેવી માટે તટીય ક્ષેત્રના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
IIT Jammu: અંડરવોટર વાયરલેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન તૈયાર, જાણો તે કેવી રીતે મદદ કરશે નેવીને 1 - image


IIT Jammu prepared underwater wireless optical: આઈઆઈટી જમ્મુએ અન્ડરવોટર વાયરલેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ તૈયાર કરી છે. જેના દ્વારા નેવી દરિયાકાંઠાના સંરક્ષણને મજબૂત કરી શકશે. આ સિસ્ટમ દ્વારા નેવી માહિતીને એક કિનારાથી બીજા કિનારા સુધી વધુ સુરક્ષિત, ઝડપી અને વધુ ડેટા સાથે ટ્રાન્સમિટ કરી શકશે. આ સિસ્ટમની કોમ્યુનિકેશન સ્પીડ રેડિયો ફ્રીક્વન્સી અને એકોસ્ટિક તરંગો કરતા વધુ છે. આ સિસ્ટમ ભારતીય નેવી માટે તટીય ક્ષેત્રના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. 

કરી રીતે કામ કરે છે આ સિસ્ટમ

આ સિસ્ટમ 100 થી 300 મીટર સુધી ડેટા પહોંચાડી શકે છે. તેમજ ઓછા સમયમાં પાણીની અંદર વાયરલેસ ઓપ્ટિકલ ટ્રાન્સમિશન પાણીના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને ઓછા સમયમાં કાર્ય કરશે. આ સિસ્ટમને સેન્સર અને લેસર દ્વારા પાણીની અંદર સ્થાપિત કરી શકાય છે. સિસ્ટમ માટે મુખ્યત્વે ટ્રાન્સમિટર અને રીસીવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રાન્સમિટર ઓપ્ટિકલ સિગ્નલ મોકલે છે અને રીસીવર દ્વારા, જહાજ વગેરે પર સ્થાપિત એન્ટેનામાંથી સિગ્નલ પ્રાપ્ત કરી શકાય છે. આ સિગ્નલનો ઉપયોગ ડ્રોનમાં પણ થઈ શકે છે.

નેવીને આ એપ્લીકેશન્સમાં મદદ મળશે 

- નવલ ડિફેન્સ એન્ડ સર્વેલન્સ

- મરીન એક્સ્પ્લોરેશન એન્ડ રિસર્ચ

- અન્ડરવોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્પેકશન

- નવલ ડિફેન્સ એન્ડ સર્વેલન્સ

- અન્ડરવોટર બેરીયર મોનીટરીંગ

- મોર રિસ્પોન્સ સ્પીડ સિક્યુરિટી ઇન લેસ ટાઇમ. 

ઓછા સમયમાં વધુ માહિતી મોકલી શકે છે 

અંડરવોટર ઓપ્ટિકલ કોમ્યુનિકેશન તેની ઉચ્ચ બેન્ડવિડ્થ, રિસ્પોન્સ સ્પીડ અને સુરક્ષાને કારણે ટેલિકોમ્યુનિકેશન જગતમાં મહત્વપૂર્ણ બની ગયું છે. એકોસ્ટિક તરંગો, રેડિયો ફ્રીક્વન્સી અને ઓપ્ટિકલ તરંગો દ્વારા પાણીની અંદર વાયરલેસ સંચાર શક્ય છે. ઓપ્ટિકલની બેન્ડવિડ્થ એકોસ્ટિક તરંગો અને રેડિયો ફ્રિકવન્સી કરતાં વધુ છે, તેથી ઓછા સમયમાં વધુ માહિતી મોકલી શકાય છે.

IIT Jammu: અંડરવોટર વાયરલેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન તૈયાર, જાણો તે કેવી રીતે મદદ કરશે નેવીને 2 - image


Google NewsGoogle News