Get The App

આ IITમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જ નહીં, પોકેટ મની પણ મળે છેઃ જાણો શું છે શરતો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
આ IITમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જ નહીં, પોકેટ મની પણ મળે છેઃ જાણો શું છે  શરતો 1 - image


IIT Hyderabad Scholarship Details: સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એન્જિનિયર બનવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું છે. જો કે, દેશના ટોચના ઈન્સ્ટીટ્યૂટમાં એન્જિનિયરિંગની ફી વધુ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ આ સપનું પૂરુ કરી શકતા નથી. આ સમસ્યાને દૂર કરતાં આઈઆઈટી હૈદરાબાદે સ્કોલરશિપ ઓફર કરી છે. જેની મદદથી વિદ્યાર્થીઓ આઈઆઈટી હૈદરાબાદમાં ઓછા ખર્ચે ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી શકે છે. 

આઈઆઈટી હૈદરાબાદનો સ્કોલરશિપ પ્રોગ્રામ

હૈદરાબાદમાં સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની યોજના ઘડી છે. આ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ માત્ર સાયન્સ જ નહીં, પરંતુ આર્ટ્સ, ડિઝાઈન અને ટેક્નોલોજીના વિષય પણ આવરી લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Paris Olympics LIVE: હોકી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી; બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ અને લોંગ જમ્પમાં ભારત બહાર

મેટ્રિક-કમ મિન્સ (Merit-Cum-Means-MCM) સ્કોલરશિપ

  • જનરલ, આર્થિક રૂપે પછાત અને ઓબીસી વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.
  • આ સ્કોલરશિપ પ્રોગ્રામનો લાભ ઉઠાવવા માટે વિદ્યાર્થીની ફેમિલી આવક રૂ. 4.5 લાખથી ઓછી હોવી જોઈએ.
  •  અરજદારના માતા-પિતાએ ઈનકમ ટેક્સ વિભાગમાંથી પ્રાપ્ત આવકનું સર્ટિફિકેટ જમા કરાવવુ પડશે.
  • ક્લાસની કુલ સંખ્યાના માત્ર 25 ટકા બેઠકો પર એમસીએમ સ્કોલરશિપ હેઠળ પ્રવેશ આપવામાં આવશે.
  • સ્કોલરશિપનો લાભ ઉઠાવનાર વિદ્યાર્થીઓએ પ્રત્યેક વિષયમાં 7.0નો SGPA/CGPA હાંસલ કરશે. સાથે જ તેના વિષયમાં બેકલોગ ન આવવો જોઈએ.
  • વિદ્યાર્થીઓને મળશે પોકેટ મની
  • સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓને માત્ર આઈઆઈટી હૈદરાબાદમાં અભ્યાસ કરવાની તક મળશે, જેની સાથે તમને પોકેટ મની પણ આપવામાં આવશે. આઈઆઈટી હૈદરાબાદ તરફથી તમામ અરજદારોને દરમહિને રૂ. 1000ની રકમ આપવામાં આવશે.

એસસી-એસટી સ્કોલરશિપ

અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો લાભ ઉઠાવી શકે છે.

અરજદારોના પરિવારની વાર્ષિક આવક રૂ. 4.5 લાખથી વધુ હોવી જોઈએ.

SC/ST સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દરમહિને રૂ. 250ની પોકેટ મની મળશે.

સ્કોલરશિપ મેળવનાર અરજદારોને ઈનકમ ટેક્સ વિભાગ પાસેથી મળનાર આવકનું સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે.

 આ IITમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જ નહીં, પોકેટ મની પણ મળે છેઃ જાણો શું છે  શરતો 2 - image


Google NewsGoogle News