આઇઆઇટી, ગુવાહાટીએ સરહદો પર એઆઇથી સર્વેલન્સ માટે રોબોટ બનાવ્યા
પડકારજનક અને અંતરિયાળ વિસ્તારોમાં પણ સક્ષમ
આઇઆઇટી ગુવાહાટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ ધ સ્પેટિયો લેબોરેટરી પ્રા. લિ. દ્વારા વિકસિત રોબોટને ડીઆરડીઓની પણ માન્યતા મળી
આઇઆઇટી, ગુવાહાટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ 'ધ સ્પેટિયો લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ' (ડીએસઆરએલ) દ્વારા વિકસિત રોબોટને ભારતના સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં એકીકરણની તેમની ક્ષમતા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી પણ માન્યતા મળી છે. ભારતીય સેના અગાઉથી જ સર્વેલન્સ સિસ્ટમ માટે ફીલ્ડ પરિક્ષણ કરી રહી છે.
ડીએસઆરએલના સીઇઓ અર્નબ કુમાર બર્મનના અનુસાર પારંપરિક સુરક્ષા ઉપાયોની વિરુદ્ધ (જે ડ્રોન, સ્થિર કેમેરા, પગપાળા અને વાહન પેટ્રોલિંગ પર નિર્ભર કરે છે) આ સ્વાયત રોબોટિક સિસ્ટમ જમીન અને હવામાન પર વિજય પ્રાપ્ત કરે છે.
બર્મનના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ સરહદ સુરક્ષા, મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરની સમીક્ષા અને વ્યૂહાત્મક સંરક્ષણ પ્રયોગોમાં મહત્ત્વપૂર્ણ ઘટક સાબિત થનારી છે.
તેમણે જણાવ્યું હતું કે અમારુ મિશન આધુનિક, એઆઇ સંચાલિત સર્વેલન્સ સોલ્યુશન વિકસિત કરવાનો છે જે રાષ્ટ્રીય સુરક્ષાની ઉભરતા પડકારોનો સામનો કરી શકે.
તેમણે જણાવ્યું હતું કે આ રોબોટિક સિસ્ટમ મુશ્કેલ વિસ્તારોમાં પણ સારી રીતે કામ કરવા માટે તૈયાર ડિઝાઇન કરવામાં આવી છે. જે ૨૪ કલાક સર્વેલન્સ સુનિશ્ચિત કરે છે. અમને સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતાના દ્રષ્ટિકોણમાં ફાળો આપવા પર ગર્વ છે અને અમે આવા સંશોધનો માટે પ્રતિબદ્ધ છીએ. જે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરે.