Get The App

IIT બાબાએ જીવન ટૂંકાવવાની ધમકી આપી: પોલીસ પહોંચી તો કહ્યું- મેં ગાંજો પીધો હતો

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
IIT બાબાએ જીવન ટૂંકાવવાની ધમકી આપી: પોલીસ પહોંચી તો કહ્યું- મેં ગાંજો પીધો હતો 1 - image


IIT Baba Detained: સોશિયલ મીડિયા પર IIT બાબાના નામે પ્રખ્યાત અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આપઘાત કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી IIT બાબાની અટકાયત કરી લીધી છે. 

આ પણ વાંચોઃ ઘરે બોલાવી સંબંધ બનાવ્યા અને પછી વીડિયો...: હિમાની નરવાલ કેસમાં આરોપીનો દાવો

IIT બાબા પાસેથી મળ્યો ગાંજો

મળતી માહિતી મુજબ, આ દરમિયાન અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો હતો. જેથી તેના પર NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ, પોલીસે સમગ્ર મામલે IIT બાબાની પૂછપરછ શરૂ કરી છે. 

આ પણ વાંચોઃ તાત્કાલિક બાળકો પેદા કરો: સીમાંકન વિવાદ વચ્ચે તમિલનાડુના CMની અપીલ

IIT બાબાએ કરી સ્પષ્ટતા

જોકે, આ મામલે IIT બાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે. તેમણે કહ્યું કે, ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તુરંત જામીન મળી ગઈ છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે, હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરૂ છું, બીજું કોઈ નથી મારા જીવનમાં.'



Google NewsGoogle News