Get The App

દિલ્હી એરપોર્ટ પર અચાનક વિજળી ગુલ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
દિલ્હી એરપોર્ટ પર અચાનક વિજળી ગુલ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો 1 - image


Image Source :X/@DelhiAirport 

IGI Airport Electricity Down: દિલ્હી એરપોર્ટ પર પાવર ફેલ થવાના કારણે અરાજકતાનું વાતાવરણ સર્જાયુ  હતું. જો કે, બેકઅપ પાવરને કારણે પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ ગઈ હતી. 

મળતી માહિતી પ્રમાણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થઈ ગયો હતો.ગ્રીડ ફેલ થવાના કારણે દિલ્હી એરપોર્ટ પર લગભગ બે મિનિટ સુધી વીજળી ગુલ રહી હતી. મળતી માહિતી મુજબ, બેકઅપના કારણે ટિકિટ કાઉન્ટર અને અન્ય સુવિધાઓ થોડી જ સેકન્ડોમાં સામાન્ય થઈ ગઈ હતી.

આખા એરપોર્ટની એસી સિસ્ટમને બેકઅપમાં શિફ્ટ કરવામાં લગભગ પાંચ મિનિટનો સમય લાગ્યો, જેના કારણે એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ સર્જાવા લાગ્યું. જીએમઆર અનુસાર હવે બધું સામાન્ય છે.મહત્વનું છે કે, કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે દિલ્હી એરપોર્ટ પર બે દિવસનો પાવર બેકઅપ હોય છે.

પાવર ફેલ થવાના કારણે ઘણી સુવિધાઓને અસર 

દિલ્હી એરપોર્ટ રવિવારે બપોરે લગભગ 1.30 વાગ્યે વીજળી ગુલ થઈ જતા લાંબા સમય સુધી ચેક-ઈન, ટિકિટિંગ અને અન્ય સુવિધાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે વિવિધ બાબતોમાં વિલંબ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમય દરમિયાન, મુસાફરોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની નારાજગી વ્યક્ત કરી હતી. આ પોસ્ટ્સમાં, મુસાફરોએ લાંબી કતારો, એરલાઇન સ્ટાફ તરફથી અપડેટ્સનો અભાવ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

યુઝર્સનો દાવો- 15 મિનિટ સુધી વીજળી ગુમ રહી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું કે, પાવર ફેલ થવાને કારણે દિલ્હી એરપોર્ટનું T3 ટર્મિનલ સંપૂર્ણ રીતે ગૂંગળાઈ ગયું છે. કોઈ કાઉન્ટર, ડિજી યાત્રા, કંઈ પણ કામ નથી કરી રહ્યું. 

અન્ય એક યુઝરે X પર પોસ્ટ કરતી વખતે લખ્યું કે, IGI એરપોર્ટ પર લગભગ 15 મિનિટથી વીજળી ગાયબ છે. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પાવર ફેલ થવાને લઈને અલગ-અલગ દાવા કર્યા છે.



Google NewsGoogle News