Get The App

તમે કહેતા હોવ તો તમારા પગે પડી જઉં...: નીતિશ કુમારે ગુસ્સામાં એન્જિનિયર સામે કેમ જોડ્યા હાથ

Updated: Jul 10th, 2024


Google News
Google News
તમે કહેતા હોવ તો તમારા પગે પડી જઉં...: નીતિશ કુમારે ગુસ્સામાં એન્જિનિયર સામે કેમ જોડ્યા હાથ 1 - image


M Bihar Nitish kumar:  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પ્રોજેક્ટના એક કામમાં વિલંબ થવાના કારણે ગુસ્સામાં જોવા મળ્યા હતા. અને પ્રોજેકટ એન્જીનીયરને એવુ કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, "તમે કહો તો તમારા ચરણ સ્પર્શ કરીએ. તમે મારી વાત કેમ નથી સાંભળતા?" આટલું કહેતાની સાથે તેઓ તેમની ખુરશી પરથી ઊભા થઈને તેમની તરફ આગળ વધે છે. આ દરમિયાન ચોંકી ઉઠેલા પ્રોજેક્ટ એન્જિનિયર તેમને આવું કરતાં રોકે છે. અને આજીજી કરે છે. જે બાદ ત્યાં હાજર અન્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને આમ કરવાથી રોકે છે. 

તમે કહો તો તમારા પગે પડી જાઉં, તમે મારી વાત કેમ નથી સાંભળતા: નીતિશ કુમાર

હકીકતમાં નીતિશ કુમાર આજે જેપી ગંગા માર્ગ પરના ગાયઘાટથી કંગનઘાટ માર્ગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા સ્ટેજ પર હાજર હતા. પ્રોજેક્ટના કામમાં વિલંબને લઈને નીતિશ કુમારની નારાજગી જોવા મળી હતી. અને તે અચાનક ઉભો થઈને પ્રોજેક્ટ ઈજનેરને કહેતા જોવા મળે છે કે, તમે કહો તો તમારા પગે પડી જાઉં, તમે મારી વાત કેમ નથી સાંભળતા. આટલું કહેતાની સાથે તેઓ તેમની તરફ આગળ વધવા લાગ્યા હતા. અને સતત કહી રહ્યા હતા કે, તમારા પગે પડુ છું. પરંતુ બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરો. તો આ બાજુ એન્જિનિયર હાથ જોડીને આમ ન કરવા વિનંતી કરતા જોવા મળી રહ્યા હતા. 

જેપી ગંગા પથ સરકારની મહત્વકાંક્ષી યોજના છે

મુખ્યમંત્રીનો આ મિજાજ જોઈ ત્યાં હાજર નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હકીકતમાં જેપી ગંગા પથ સરકારની મહત્વકાંક્ષી યોજના છે. તેના નિર્માણથી પટનાને ટ્રાફિક જામમાંથી રાહત મળી શકે છે. સીએમ નીતિશ કુમાર રોડ નિર્માણમાં વિલંબને કારણે ખૂબ નારાજ દેખાયા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.

Tags :
CM-BiharNitish-kumarengineerwe-touch-your-feet

Google News
Google News