ટ્રેન છૂટી જવા પર રેલવે આપે છે આ ખાસ સુવિધા, મોટા ભાગના લોકોને નથી હોતી જાણ
If You Missed Train, Indian Railways Offer New Facility: ભારતીય રેલ્વેમાં રોજ અઢી કરોડ યાત્રીઓ મુસાફરી કરે છે. આ સંખ્યા ઘણાં દેશોની કુલ વસ્તી જેટલી છે. જે ભારતીય રેલ્વેને દુનિયાની ચોથી સૌથી મોટી રેલ્વે બનાવે છે. ટ્રેનમાં લાંબી મુસાફરી કરવા માટે લોકો અગાઉથી ટ્રેનમાં ટિકિટનું રિઝર્વેશન કરાવી લે છે. પરંતુ ક્યારેક લોકો વિવિધ કારણોસર ટ્રેન ચૂકી જાય છે. જેથી ટિકિટના પૈસા વેડફાઈ જાય છે. કારણ કે ચાર્ટ બન્યા બાદ ટિકિટને રદ કરાવી શકાતી નથી. પરંતુ ભારતીય રેલ્વે દ્વારા અપાતી સુવિધાથી આ નુકશાનની ભરપાઈ કરી શકો છો. તો ચાલો જાણીએ શું છે આ સુવિધા?
ટીડીઆર ફાઇલ કરી આ સુવિધા મેળવી શકો છો
જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા પહેલીથી ટિકિટ બુક કરાવી છે.પરંતુ કોઈ સંજોગોવસાત રેલવે સ્ટેશન પહોંચતા પહેલા જ તમે ટ્રેન ચૂકી ગયા. તો આ સ્થિતિમાં તમે રેલ્વે દ્વારા અપાતી ટીડીઆર(TDR) સુવિધાનો ઉપયોગ કરી શકો છો. ટીડીઆર એટલે કે 'ટિકિટ ડીપોઝીટ રીસીપ્ટ' ફાઈલ કરી શકો છો. ટીડીઆર ફાઈલ કરી તમે રિફંડ મેળવી શકો છો. પરંતુ આ સુવિધાનો લાભ લેવા તમારે ટ્રેન છૂટયાની એક કલાકની અંદર ટીડીઆર ફાઇલ કરવું જરૂરી છે. કારણ કે જો તમે એક કલાક પછી ટીડીઆર ફાઇલ કરો છો. તો તમને રિફંડ મળી શકશે નહીં.
કઈ રીતે ટીડીઆર ફાઈલ કરી શકાય?
તમે જે માધ્યમથી ટિકિટ બુક કરાવી છે તે જ માધ્યમથી ટીડીઆર ફાઈલ કરી શકો છો. જો ઓફલાઈન ટિકિટ બુક કરાવી હોય તો રેલ્વે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર જઈને ટીડીઆર ફાઈલ કરી શકો છો. અને જો ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો આઈઆરટીસી(IRCTC)ની વેબસાઈટ કે એપ દ્વારા ટીડીઆર ફાઈલ કરી શકાય છે. એપથી ટીડીઆર ફાઈલ કરવા માટે એપમાં લોગ ઈન કરી ટ્રેનનો વિકલ્પ પસંદ કરી ત્યાં ટીડીઆરનો વિકલ્પ જોવા મળશે. ત્યારબાદ તમને ટીડીઆર ફાઇલ કરવા માટે ઉપલબ્ધ ટિકિટનો વિકલ્પ મળશે જેના પર તમે ટીડીઆર ફાઇલ કરી શકો છો. ટીડીઆર ફાઇલ કરવા માટે આપેલા કારણોમાંથી કોઈ એકને પસંદ કરી તરત જ ટીડીઆર સબમિટ થઇ જશે. તમને 60 દિવસની અંદર રિફંડ મળી જશે.